Not Set/ “મેં તને સાચો પ્રેમ કર્યો પણ તે મારી સાથે દગો”કહી MBBS ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

છેલ્લા બે દિવસમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે. રાજકોટમાં એન્જીનિયરના વિદ્યાર્થીના આપઘાત બાદ હવે મહીસાગરના બાલાસિનોરમાં પણ એમબીબીએસના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે.

Gujarat Others
A 95 "મેં તને સાચો પ્રેમ કર્યો પણ તે મારી સાથે દગો"કહી MBBS ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

છેલ્લા બે દિવસમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે. રાજકોટમાં એન્જીનિયરના વિદ્યાર્થીના આપઘાત બાદ હવે મહીસાગરના બાલાસિનોરમાં પણ એમબીબીએસના વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડ પર બેવફાઈનો આરોપ લગાવી એમબીબીએસનો વિદ્યાર્થી નર્મદા કેનાલમાં કૂદી ગયો અને તેનું મોત નીપજ્યું.

આ પણ વાંચો :હું એક સારો દીકરો ન બની શક્યો, એમ કહી એન્જિનિયરે કર્યો આપઘાત

આત્મહત્યા કરતા પહેલા તેણે રડતા વીડિયો પણ બનાવ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે “મેં તને સાચો પ્રેમ કર્યો પણ તે મારી સાથે દગો કર્યો બાય LOVE YOU SO MUCH”. ત્યારબાદ તે કેનાલમાં કૂદી ગયો. ઘટના બાદ સેવલીયા પોલીસ કેસની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે ફિલિપાઇન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરનાર શિક્ષક સુરેશ ભાઈનો એકમાત્ર પુત્ર હર્ષિલ છેલ્લા ઘણા દિવસોથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની મહાલક્ષ્મી સોસાયટીમાં તેના પરિવાર સાથે રહેતો હતો. પોલીસે જણાવ્યું કે હર્ષિલ એક યુવતી સાથે પ્રેમમાં હતો. 5 એપ્રિલે હર્ષિલ તેની પ્રેમિકાની બેવફાઈને કારણે નર્મદા કેનાલ પહોંચ્યો હતો અને તેણે પોતાનો જીવ આપી દીધો હતો.

આ પણ વાંચો :શું ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં છે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો સપ્લાય?

આ ઘટના પહેલા હર્ષિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ પણ કર્યો હતો જેમાં તે રડતો હતો અને પોતાની વાર્તા કહી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે હર્ષિલની લાશ બે દિવસ બાદ નહેરમાંથી મળી હતી. આ અંગે તેના માતા-પિતાએ સેવલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :કર્ફ્યું નો સમય વધતા મુસ્લિમ સમાજ ની રમજાનની તરાવિહ પર પડશે અસર ?

આ પણ વાંચો :ગાંધીનગર ખાતે ચુંટણી પ્રચાર માટે ઊંચા ઘોંઘાટ વાળા લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ