Not Set/ સંસ્કારીનગરી વડોદરામાં ડ્રગ્સના રેકેટનો થયો પર્દાફાશ, મહિલા અને તેનો સાગરીત ઝડપાયો

પોલીસે આ સમયે કારેલીબાગ-બહુચરાજી રોડ પર આવેલા નાનજી ચેમ્બરમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે વડોદરા પોલીસની SOG ટીમે એક મહિલા અને તેના સાગરીતને ઝડપી પાડ્યાં છે.

Gujarat Vadodara
a 257 સંસ્કારીનગરી વડોદરામાં ડ્રગ્સના રેકેટનો થયો પર્દાફાશ, મહિલા અને તેનો સાગરીત ઝડપાયો

સંસ્કારીનગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો કારોબાર ખુબ ફાલ્યો છે અને શહેર આજે ડ્રગ્સનો અડ્ડો બની ગયું હોય, એવો અહેસાસ થાય છે, ત્યારે પોલીસ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરાઈ રહ્યો છે, એવામાં હવે પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે.

પોલીસે આ સમયે કારેલીબાગ-બહુચરાજી રોડ પર આવેલા નાનજી ચેમ્બરમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે વડોદરા પોલીસની SOG ટીમે એક મહિલા અને તેના સાગરીતને ઝડપી પાડ્યાં છે.

આ અંગે મળેલી માહિતી મુજબ, કારેલીબાગ-બહુચરાજી રોડ પરના નાનજી ચેમ્બરમાં યુવાધનને નશાના રવાડે ચડાવવા નશીલા ઇન્જેક્શનોનો ગોરખ ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે SOGની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે મહિલા અને તેના એક સાગરીત ઈમ્તિયાઝ દિવાનની પ્રતિબંધિત MD ડ્રગ્સ અને મોબાઇલ સહિત રૂપિયા 1.20 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડ્રગ્સ સપ્લાયર મહંમદસફી દિવાનને વૉન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસની આ કાર્યવાહીમાં મહિલાના ઘરમાં તલાશી દરમિયાન તિજોરીમાંથી 30 મિલિગ્રામના 8 નંગ પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો