રાજકોટ/ મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ હજુ

મૃતદેહને  નીચે ઉતારીને આગળની જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો

Gujarat Rajkot
Untitled 450 મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોકટરે આપઘાત કર્યો, આપઘાતનું રહસ્ય અકબંધ હજુ

રાજકોટમાં માં આવેલ પીડીયુ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબે  ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર  પહોંચી ગયો હતો.

આ પણ વાંચો ;અમદાવાદ /  25 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

મૃતદેહને  નીચે ઉતારીને આગળની જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી તેમજ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી પ્રમાણે મૂળ પાટણમાં આવેલ રાધનપુરનો વતની તેમજ હાલ રાજકોટ શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવી રહેલ અમૃત ચૌધરી નામના યુવાને આપઘાત કરી લીધો છે.

આ પણ વાંચો ;National / ઉત્તરપ્રદેશમાં ખતરનાક Zika Virus જોવા મળ્યો, કાનપુરમાં નોંધાયો પહેલો કેસ

હોસ્ટેલના આઠમા માળે રૂમ નંબર 818 માં રહેતા અમૃત મેઘરાજ ભાઈ ચૌધરી નામના યુવાને પોતાનાં રૂમમાં જ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 2 દિવસથી અમૃત ચૌધરી દેખાતો ન હોવાથી તેનો રૂમ પણ બંધ હોવાથી આજરોજ રૂમમાંથી દુર્ગંધ આવતા સાથી તબીબોએ પોલીસને જાણ કરી દીધી હતી.આ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે પોલીસ તપાસમાં મૃતક અમૃત ચૌધરી વર્ષ 2014થી શહેરમાં તબીબનો અભ્યાસ કરી રહ્યો હોવાની જાણવા મળ્યું છે. પહેલા તે એક-બે પરીક્ષામાં નાપાસ થતાં ગુમસુમ પણ રહેતો હતો કે, જેને લીધે તેણે આવા પ્રકારનું પગલું ભરી લીધા હોવાનું અનુમાન રહેલું છે.