અમદાવાદી સાહસ/ માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતી પહેલી ગુજરાતી દીકરીને મળો

12 દિવસના ટ્રેકિંગ કેમ્પમાં 16 સસ્પેન્સન બ્રિજ આવ્યા હતા. તેમાં મે ખૂબ મજા કરી છે. એ પછી અમે ક્યારેક ક્લાઉડસને ઉપર વોક કરતાં, ક્લાઉડસ નીચે હોય અને ક્યારેક તો વાદળ સાથે જ મજા કરતાં ત્યારે મને ખૂબ જ ગમતું.

Ahmedabad Gujarat Mantavya Exclusive
સામ્યા

સફળતા અને ઉંમરને કોઈ જ સંબંધ નથી. કોઈ નાનપણમાં તેના નામે કેટલાક ખિતાબ કરી લે છે તો કેટલાક લોકો ઉમરના આખરી પડાવમાં પણ સંઘર્ષ કરતાં રહે છે. જો કે સફળતા મેળવવા માટે જરૂરી હોય છે હિંમત અને સખત મહેનતની. આવી જ મહેનત અને હિંમતની પાંખો બનીને અમદાવાદની માત્ર 9 વર્ષની સામ્યાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે. 20, 25 કે 100, 200 નહીં પરંતુ 17,958 ફૂટની ઊંચાઈ સર કરીને સામ્યાએ તેના જીવનની એક મોટી સિધ્ધી સાધી લીધી છે. જ્યારે સામ્ય સામ્યાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યું ત્યારે ત્યાંનું તાપમાન માઈનસ 20 ડિગ્રી હતું. સામ્યા પંચાલ 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર પહેલી ગુજરાતી દીકરી છે. તેને તેના માતા પિતા સાથે 12 દિવસમાં 17,958 ફૂટ ઊંચાઈએ આવેલો માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કાર્યો. સામ્યાના પિતા મૌલિક ભાઈ પંચાલ છેલ્લા 10 વર્ષથી જુદી જુદી જગ્યાઓએ કેમ્પિંગ માટે જતા હતા જ્યારે સામ્યા 7 વર્ષની હતી ત્યારે જ તેના પિતા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ જવા ઈચ્છતા હતા. પરંતુ કોરોનાના કારણે જઈ શક્યા નહોતા. માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવામાટે સામ્યાએ 3 મહિના પ્રેક્ટિસ કરી હતી. અને ત્યાર બાદ સામ્યા એ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો હતો. આ વિશે સામ્યા અને તેના માતાપિતાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેના ટ્રેકિંગ અનુભવ શેર કર્યા હતા.

અમે ક્યારેક ક્લાઉડસને ઉપર વોક કરતાં, નીચે અને ક્યારેક તો વાદળ સાથે જ મજા કરતાં : સામ્યા પંચાલ

માત્ર 9 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનારી સામ્યા પંચાલે મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 12 દિવસના ટ્રેકિંગ કેમ્પમાં 16 સસ્પેન્સન બ્રિજ આવ્યા હતા. તેમાં મે ખૂબ મજા કરી છે. એ પછી અમે ક્યારેક ક્લાઉડસને ઉપર વોક કરતાં, ક્લાઉડસ નીચે હોય અને ક્યારેક તો વાદળ સાથે જ મજા કરતાં ત્યારે મને ખૂબ જ ગમતું. આ જર્ની દરમિયાન મને થોડા પગ દુખતા હતા પણ હું મમાને કહેતી અને તેઓ મને પગ દબાવી આપતા. અમે રાત્રે જમીને સૂઈ જતાં એટલે થાક ઉતરી જતો. બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો પરંતુ જેમ હાઇટ ઉપર જતાં તેમ મને થોડું હેડેક થતું કારણકે હું પાણી ઓછું પીતી હતી પણ મને આ ટ્રેકિંગમાં ખૂબ મજા પડી છે.

સામ્યા

સામ્યા નાનપણથી ખૂબ સ્ટ્રોંગ ગર્લ છે : મોના પંચાલ

સામ્યાના માતા મોના પંચાલે મંતવ્ય સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ટ્રેકિંગના 12 દિવસ કેવી રીતે પૂર્ણ થયા એ અમને ખબર જ ના રહી. છેલ્લો દિવસ તો અમે 13 કલાક વોક કર્યું હતું. જ્યારે મે સામ્યાને વાત કરી ત્યારે તે ચોંકી ઉઠી હતી કે મમ્મા મી 13 કલાક વોક કર્યું. 3 કલાક જિમ્નાસ્ટીક , 2 કલાક વોક અને 1 કલાક સાયકલિંગ કરાવતી. જો કે સામ્યાને કોઈ વિશેષ તાલીમ આપવાની કે અન્ય કોઈ પ્રકારના સપોર્ટને જરૂર રહી નથી. સામ્યા પહેલાથી જ ખૂબ સ્ટ્રોંગ ગર્લ રહી છે.

સામ્યા

મારો શોખ સામ્યાને વારસામાં મળ્યો હોય તેમ મને લાગે છે : મૌલિક પંચાલ

સામયાના પિતા મૌલિક પંચાલે મંતવ્ય સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું ઘણા લાંબા સમયથી માઉન્ટેન ક્લાઇમ્બીંગ કરું છું. મે 2008માં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સાર કર્યું છે. 2009માં માઉન્ટ એવરેસ્ટ યુરોપનું હાયેસ્ટ પીક ક્લાઇબ કરેલું છે. 2010માં આફ્રિકા અને 2011માં સાઉથ અમેરિકાનું હાયેસ્ટ પીક ક્લાઇબ કર્યું હતું. આમ સામ્યામાં પણ એ બાબત આવી હોય કે શોખ હોય તેવું કહી શકાય. સામ્યાને માઉન્ટ એવરેસ્ટ સર કરાવવાનું પ્લાનિંગ અમે ડિસેમ્બરથી શરૂ કર્યું હતું. કોવિડ પહેલા અમારે જવાનું પ્લાનિંગ હતું પણ જે થઈ શક્યું નહીં. આથી અમે હમણાં ગયેલા. 12 દિવસ દરમિયાન મે  સામ્યાને બરાબર ટ્રેનીગ આપેલી તેથી અમને કોઈ પ્રોબ્લેમ થયો નથી. અમે ખૂબ આનંદથી અને સુરક્ષા સાથે આ જર્ની કરી છે.

આ પણ વાંચો : ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાનએ આ પરીક્ષાની ભરતી કરવા સીએમને લખ્યો લોહીથી પત્ર