સાઉથની અભિનેત્રી હંસિકા મોટવાનીના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે તેની મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. તેઓ 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.
હંસિકા મોટવાની ટૂંક સમયમાં રાજકુમાર સોહેલ કથુરિયા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તાજેતરમાં જ હંસિકાના પરિવારે મુંબઈમાં માતા કી ચોકી બનાવી હતી. હવે અભિનેત્રીના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે.
હંસિકા મોટવાનીની મહેંદી લગાવતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તમે તસવીરોમાં જોઈ શકો છો કે, હંસિકાએ નારંગી અને પીળા રંગનો ટાઈ-ડાઈ શરારા સૂટ પહેર્યો છે. આ સાથે તેણીએ ઓક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સ કેરી કરી છે.
વિખરાયેલા વાળ, આછો બ્લીશ મેકઅપ, હંસિકાના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાય છે.
આ કપલ જયપુરના મુંડોટા ફોર્ટ પેલેસમાં ભવ્ય રીતે લગ્ન કરવા જઈ રહ્યું છે. હાલમાં, ચાહકો હંસિકાના લગ્ન સમારોહની વધુ ઝલક જોવા માટે ઉત્સુક છે.
હંસિકા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, તેથી આ લગ્નમાં તમિલ-તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ હાજરી આપી શકે છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની રાજસ્થાનમાં એન્ટ્રી પહેલા ‘પોસ્ટર રાજનીતિ’, પોસ્ટરમાં પાયલટ, ગેહલોત બહાર
આ પણ વાંચો:સિંગર જુબિન નૌટિયાલ અંગે સામે આવ્યા ખરાબ સમાચાર, મુંબઈમાં હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો:આ ગંભીર બીમારીથી પીડિત છે કમલ હાસનની દીકરી શ્રુતિ, જાણો કારણે થાય છે આ બીમારી