Not Set/ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર, ગિરનારમાં માત્ર એક કલાકમાં પડ્યો 4 ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદ એકવાર ફરી પરત ફર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. અમરેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. અહી ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. કહી શકાય કે અહી જિલ્લામાં સાર્વત્રિત વરસાદ નોંધાયો હતો. અહીં ખાસ કરીને ખાંભાથી ટીંબી, ઉના, શાણા વાંકિયા જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને […]

Top Stories Gujarat Others
Rain in Rajasthan social સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર, ગિરનારમાં માત્ર એક કલાકમાં પડ્યો 4 ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદ એકવાર ફરી પરત ફર્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. અમરેલી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. અહી ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. કહી શકાય કે અહી જિલ્લામાં સાર્વત્રિત વરસાદ નોંધાયો હતો. અહીં ખાસ કરીને ખાંભાથી ટીંબી, ઉના, શાણા વાંકિયા જતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે ખાંભાથી લોર, ટીંબી, ઉના જતો સ્ટેટ હાઇવે 30 મિનિટ સુધી બંધ કરવામાં આવ્યો હતો. માણસા નજીક વરસાદી પાણી રોડ પર આવતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત છે. માત્ર એક કલાકમાં ગિરનાર ઉપર 4 ઈંચ, બાબરાનાં કોટડા પીઠામાં ૩ ઈંચ, જૂનાગઢ શહેરમાં 2 ઈંચ, ઉના પંથકમાં 2 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જૂનાગઢ પાણી-પાણી થઇ ગયુ છે. જૂનાગઢનાં નદી નાળાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. લોલનદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. એકવાર ફરી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.