ગંભીર બેદરકારી/ મહેસાણા: સતલાસણા પાસે રિક્ષા-દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત; ત્રણ લોકોના મોત

જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Gujarat Others
સતલાસણા 1 મહેસાણા: સતલાસણા પાસે રિક્ષા-દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત; ત્રણ લોકોના મોત

સતલાસણા: મહેસાણાના સતલાસણા નજીક ગોઠડા ગામ પાસે રીક્ષા અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોઠડા ગામ પાસે શનિવારે રીક્ષા અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં બે પુરૂષ અને એક મહિલા હોવાની જાણવા મળ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતા જ સતલાસણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રીક્ષા અને દૂધના ટેન્કર વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે, રિક્ષાનો નકશો જ બદલાઇ ગયો હતો.

આ પણ વાંચો- 300 હિન્દૂઓનું ધર્માંતરણ અટકાવ્યું તો શંકરાચાર્ય પોતે જ આશીર્વાદ આપવા પહોંચ્યા તાપી

આ પણ વાંચો- મુકેશ અંબાણીને ધમકી આપનાર મુખ્ય આરોપીની ગુજરાતમાંથી ધરપકડ!