શિક્ષણ/ મહેસાણામાં માઇક્રોસોફ્ટના સોફ્ટવેરથી ઓનલાઇન શિક્ષણ આપવાનું આયોજન

માઇક્રોસોફટથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.

Gujarat
eduction મહેસાણામાં માઇક્રોસોફ્ટના સોફ્ટવેરથી ઓનલાઇન શિક્ષણ આપવાનું આયોજન

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ગઇ છે તે છંતા પણ મહેસાણાની સરકારી શાળામાં હજી સુધી કોઇ કામગીરી વ્યવસ્થિત રીતે થઇ રહી નથી.મહેસાણામાં શાળાની શરૂઆત થયાને હવે એક અઠવાડિયું વીતવા જઈ રહ્યું છે. ત્યાં હજુ સુધી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ પદ્ધતિનું યોગ્ય આયોજન કાર્યરત થયું નથી. હાલમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું આયોજન કરાયું છે.

 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું આયોજન કરાયું છે. જોકે, હજુ સુધી કોઈ યોગ્ય આયોજન થકી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું નથી તેવી વિગતો સામે આવી છે.શરૂઆતના તબક્કે વિદ્યાર્થીઓના રેકોર્ડ ભેગા કરવા ઓનલાઈન ભણવા દરેક વિદ્યાર્થીઓ પાસે માધ્યમો છે કે નહીં તે ચકાસી આગામી દિવસોમાં ઓનલાઈન શિક્ષણ અપવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે હાલમાં ટીવી માધ્યમો અને યૂટ્યુબ લિંકો શેર કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો હાલમાં જિલ્લામાં પૂરતા શિક્ષકો આવી રહ્યા છે કે નહીં અને વિદ્યાર્થીઓની હાજરી કેટલી રહે છે તે માટે શિક્ષણ અધિકારી સંપર્કમાં ન આવતા તે વિશે કોઈ માહિતી સામે આવી નથી.