Not Set/ કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું – ચોકસીને ટોર્ચર કરાયો અને…

ડોમિનિકામાંથી ઝડપાયેલો ભાગેડુ મેહુલ ચોક્સીએ બચવા માટે કાયદાનો આશ્રય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોક્સીની લીગલ ટીમે ડોમેનિકામાં હેબિયસ કોપર્સ પિટિશન દાખલ કરી છે.

Top Stories World
A 357 કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું - ચોકસીને ટોર્ચર કરાયો અને...

ડોમિનિકામાંથી ઝડપાયેલો ભાગેડુ મેહુલ ચોક્સીએ બચવા માટે કાયદાનો આશ્રય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચોક્સીની લીગલ ટીમે ડોમેનિકામાં હેબિયસ કોપર્સ પિટિશન દાખલ કરી છે. આ અંતર્ગત ધરપકડ કરાયેલ વ્યક્તિને પહેલા જજ અથવા કોર્ટમાં રજુ કરવાનો હોય છે ચોક્સીના વકીલે ટોર્ચર કર્યાનો આરોપ લગાવ્યો છે.

નોંધનીય છે કે, મેહુલ ચોક્સી થોડા દિવસ પહેલા અચાનક એન્ટીગુઆથી ગુમ થયો હતો. જેને મંગળવારે પકડી લીધો છે. મેહુલ ચોક્સીને કૈરિબિયાઇ દેશ ડોમિનિકામાં દેખાયો હતો. જે બાદ ડોમિનિકા આઈલેન્ડ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને કેટલાક કલાકોની પૂછપરછ બાદ પાછો એન્ટિગા મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે ઇન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે.

વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું કે ડોમેનિકામાં અમારા વકીલોને ચોક્સી સાથે ફક્ત બે મિનિટ મળવા દેવાયા. અગ્રવાલે કહ્યું કે ચોક્સીને એન્ટીગુઆના જોલી હાર્બરથી જબરદસ્તી ઉઠાવીને લઈ જવાયો.

આ પણ વાંચો :ફરીથી શસ્ત્ર નિયંત્રણના કોઈ મોટા કરારમાં જોડાશે નહીં : અમેરિકાએ રશિયાને આપી માહિતી

આ બધા વચ્ચે ડોમેનિકાએ કહ્યું કે તે પોતાના ત્યાં પકડાયેલા વેપારી મેહુલ ચોક્સીને એન્ટીગુઆને હવાલે કરશે. જ્યાંનો તે નાગરિક છે. ડોમેનિકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ મંત્રાલયે ગુરુવારે તેની પુષ્ટિ કરી. આ અગાઉ એન્ટીગુઆના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચોક્સીને તેમના દેશ મોકલવાની જગ્યાએ સીધો ભારત મોકલવો જોઈએ. અત્રે જણાવવાનું કે એન્ટીગુઆની નાગરિકતા લઈ ચૂકેલા ચોક્સી છેલ્લા કેટલાક દિવસથી એન્ટીગુઆથી ગૂમ હતો અને ક્યૂબા જતા પહેલા તેને ડોમેનિકાથી પકડી લેવાયો હતો.

Mehul Choksi કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું - ચોકસીને ટોર્ચર કરાયો અને...

આ પણ વાંચો :જાપાનમાં 18 લાખમાં વેચાઈ ટેટી ,જાણો તેની ખાસ વિશેષતા

શું છે મેહુલ ચેક્સી મામલો?

ચોક્સી અને તેમનો ભત્રીજા નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકમાં લેટર્સ ઓફ અંડરટેકિંગના માધ્યથી 13 હજાર 500 કરોડ રુપિયાના ઘોટાળાનો આરોપ છે. મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. તે સતત ભારતમાં પ્રત્યાર્પણનો પ્રયાસને પડકારી રહ્યો છે. બન્ને વિરુધ સીબીઆઈ તપાસ ચાલુ છે. ચોક્સીએ વર્ષ 2017માં એન્ટીગા અને બારબુડાની નાગરિક્તા મેળવી હતી અને જાન્યુઆરી 2018માં તે ભારતથી ભાગ્યા હતા.

આ પણ વાંચો :મેહુલ ચોકસી અંગે મોટા સમાચાર, કૌભાંડીને ભારતને સોંપવા અંગે એન્ટીગુઆના PMએ આપી આ ખાતરી

majboor str 21 કૌભાંડી મેહુલ ચોકસીની ધરપકડ અંગે તેના વકીલનું મોટું નિવેદન, કહ્યું - ચોકસીને ટોર્ચર કરાયો અને...