Gujarat Rains/ મેહુલિયો વરસ્યો અનરાધાર, ખેડૂતોમાં આનંદ બેસુમાર

રાજ્યમાં ખરા સમયે ચોમાસાએ ઘરવાપસી કરી છે. વરસાદના લગભગ અંતિમ રાઉન્ડમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મેહુલિયો ખરા સમયે અનરાધાર વરસતા ખેડૂતોમાં બેસુમાર આનંદ છે.

Gandhinagar Top Stories Gujarat
Mantavya મેહુલિયો વરસ્યો અનરાધાર, ખેડૂતોમાં આનંદ બેસુમાર

ગાંધીનગરઃ રાજ્યમાં ખરા સમયે ચોમાસાએ ઘરવાપસી કરી છે. વરસાદના લગભગ અંતિમ રાઉન્ડમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. આમ મેહુલિયો ખરા સમયે અનરાધાર વરસતા ખેડૂતોમાં બેસુમાર Gujarat Rain આનંદ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદમાં જોઈએ તો અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે. 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમા પણ સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં નોંધાયો છે. સાગબારા તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. પાંચ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બારડોલી, ગરુડેશ્વર,, સોનગઢમાં Gujarat Rain બે ઇંચ વરસાદ પડ્યો છે.

ગીરસોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમા પમ ગીરના જંગલના ઉપરવાસમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા નદી-નાળા ભરાઈ ગયા છે અને કેટલાય સૂકાયેલા ઝરણા ફરી પાછા વહેવા માંડ્યા છે.

આ ઉપરાંત શિંગોડા ડેમના ઉપરવાસમાં Gujarat Rain ભારે વરસાદ નોંધાયો છે. તેના પગલે શિંગોડા ડેમનો એક ગેટ ખોલાયો છે. ડેમનો દરવાજો ખોલવામાં આવતા કોડીનાર સહિત 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દાહોદમાં મેઘરાજાની જબરજસ્ત બેટિંગ જોવા મળી રહી છે. સતત વરસતા વરસાદના લીધે રસ્તાઓ પાણીથી જળબંબાકાર થઈ ગયા છે. લીમડીમાં પણ ભારે વરસાદ થતાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. ગટરના પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સેહવાગની સ્ટાઇલમાં તોફાની બેટિંગ શરૂ કરી છે. ઓગસ્ટ કોરોધાકોર ગયા પછી મેઘરાજાની ઘરવાપસીથી ખેડૂતોમાં આનંદ છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોતા હતા. આમ વરસાદ ખરા સમયે આવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે, તેમના સૂકાઈ જવા આવેલા પાકને જીવતદાન મળ્યું છે.

શનિવાર એટલે કે 16 સપ્ટેમ્બરના રોજની વરસાદની Gujarat Rain આગાહી કરીએ તો નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તેમા સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દાદરનગર અને દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

 

આ પણ વાંચોઃ CWC/ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હૈદરાબાદમાં,જાણો કયાં એજન્ડા પર થશે ચર્ચા,સોનિયા ગાંધી સહિત દિગ્ગજ નેતા થશે સામેલ

આ પણ વાંચોઃ Political/ પૂર્વ CM કમલનાથે કર્યો ખુલાસો,મધ્યપ્રદેશમાં આ રીતે કોંગ્રેસની સરકાર પડી ભાંગી

આ પણ વાંચોઃ Asia Cup/ સુપર-ફોરની છેલ્લી મેચમાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું

આ પણ વાંચોઃ Global Leader Approval Rating/ PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આ દિગ્ગજોને છોડ્યા પાછળ

આ પણ વાંચોઃ Crime Branch/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજી ની મદદથી દેશભરમાં 500થી વધારે કાર ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી