forecasts/ ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 8મી સપ્ટેમ્બરે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદ…

Top Stories Gujarat
Rainfall in September

Rainfall in September: હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે વરસાદની તીવ્રતા વધશે. 2 થી 3 દિવસ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ છે, જે 37 ડિગ્રી સુધી જઈ શકે છે. અત્યારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 778 મીમી વરસાદ નોંધાયો છે. જો 7 સપ્ટેમ્બર પછી નીચા દબાણનું ક્ષેત્ર બને તો વરસાદની તીવ્રતા વધી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 8મી સપ્ટેમ્બરે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 9 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, અરવલી, દાહોદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 10 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ અને અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 11 સપ્ટેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા શહેરમાં ઝરમર વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છે. આકાશ ઘેરા વાદળોથી ઘેરાયેલું છે. હવામાનમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.

આ પણ વાંચો: Election/ ચૂંટણી પ્રચાર માટે ભાજપના પાંચ રાજ્યોના કાર્યકરોના ગુજરાતમાં ધામા

આ પણ વાંચો: HEROIN/ BSFએ પંજાબના ફાઝિલ્કા ગામમાંથી 38 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું

આ પણ વાંચો: અમદાવાદ છોકરીઓ અસુરક્ષિત/ ગોદરેજ ગાર્ડન સિટીમાં કિશોરી સાથે લિફ્ટમાં 65 વર્ષના વૃદ્ધે કરી છેડતી, CCTV આવ્યા સામે