Not Set/ આ કારણોસર દિલ્લીમાં સૌથી વધારે પ્રદુષિત થાય છે હવા

નવી દિલ્લી દિલ્લીમાં હાલમાં જ પ્રદુષિત હવાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્લીમાં સૌથી વધારે પ્રદુષણ ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝના લીધે થાય છે. પ્રદુષણને લઈને એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે. આ સ્ટડીમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮માં દિલ્લી-એનસીઆરની હવામાં ૨.૫ ગ્રામ સ્તર વધ્યું છે. આ સ્તર વધારવામાં ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો ફાળો છે. રીપોર્ટમાં […]

Top Stories India Trending
air આ કારણોસર દિલ્લીમાં સૌથી વધારે પ્રદુષિત થાય છે હવા

નવી દિલ્લી

દિલ્લીમાં હાલમાં જ પ્રદુષિત હવાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્લીમાં સૌથી વધારે પ્રદુષણ ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝના લીધે થાય છે. પ્રદુષણને લઈને એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે. આ સ્ટડીમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૮માં દિલ્લી-એનસીઆરની હવામાં ૨.૫ ગ્રામ સ્તર વધ્યું છે. આ સ્તર વધારવામાં ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો ફાળો છે.

Image result for delhi pollution

રીપોર્ટમાં મોટી કોમર્શિયલ ગાડીઓ અને ખાનગી વાહનોને પ્રદુષણનું કારણ બતાવવામાં આવ્યું છે. દર વર્ષે ઓલા, ઉબેર અને મેરુ જેવી ઘણી કંપનીની ગાડીઓ ૧.૪૫ લાખ કિલોમીટર દોડી રહી છે, જે ઘણી વધારે સંખ્યા  છે.  રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે  વધેલું ૨.૫નું સ્તર ઇસ્ટર્ન, સેન્ટ્રલ અને સાઉથ ઇસ્ટર્ન વિસ્તારમાં ઘણું વધારે છે.

Related image

ઉલ્લેખનીય છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને લીધે દર વર્ષે દિલ્લી-એનસીઆરની હવામાં ૨૦૦ થી ૧૦૦ ટન પીએમ ૨.૫ વધી રહ્યું છે. જયારે દિલ્લીમાં વેસ્ટ અને નોર્થ વિસ્તારમાં ખેતીવાળી જમીન વધારે, માનવ વસ્તી અને ઇન્ડસ્ટ્રીઝ ઓછી હોવાના લીધે   પીએમ ૨.૫ નું સ્તર ઓછુ છે.