પંચમહાલ/ ગોધરા શહેરના લીલેસરા ખાતે આવેલા એમ.જી.વી.સી.એલ. માં આકસ્મિક આગ

ગુજરાતમાં દિનપ્રતિદિન આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છે .ક્યારેક આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતુ હોય છે જેના લીધે લાખો કરોડોના માલ નું નુકશાન થતું હોય છે ત્યારે આવી જ એક ઘટના પંચમહાલના ગોધરાના શહેરના લીલેસરા ખાતે આવેલા એમ.જી.વી.સી.એલ. (જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા સર્જાયો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો . […]

Gujarat Others
Untitled 108 ગોધરા શહેરના લીલેસરા ખાતે આવેલા એમ.જી.વી.સી.એલ. માં આકસ્મિક આગ

ગુજરાતમાં દિનપ્રતિદિન આગના બનાવો વધતા જોવા મળી રહ્યા છે .ક્યારેક આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતુ હોય છે જેના લીધે લાખો કરોડોના માલ નું નુકશાન થતું હોય છે ત્યારે આવી જ એક ઘટના પંચમહાલના ગોધરાના શહેરના લીલેસરા ખાતે આવેલા એમ.જી.વી.સી.એલ. (જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા સર્જાયો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .

ગોધરાના લીલેસરા ખાતે આવેલા એમ.જી.વી.સી.એલ.(જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. અને આ આગ એમ.જી.વી.સી.એલ ના અધિકારીઓની બેદરકારીને કારણે લાગી હોવાની લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે. આ બનાવની જાણ સ્થાનિક ગોધરા ફાયર બ્રિગેડના અધિકારી પી.એફ.સોલંકી થતાં ઘટના સ્થળે બે ફાયર બ્રિગેડના બંબા મોકલી યુદ્ધના ધોરણે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ગોધરાના લીલેસરા ખાતે આવેલા એમ.જી.વી.સી.એલ.(જીઈબી) સબ સ્ટેશનમાં આજે બપોરના સમયે પાવર કેબલ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં લાખો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…