હવે શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકે કાયમી રક્ષણ મળશે. બીલકુલ સાચી વાત છે, માધ્યમિક અને ઉચ્ચચર માધ્યમિક શાળા માટે સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનુદાનિત શાળા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહ ચૂડાસમાએ જાહેરાત કરી છે કે, શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાની સમસ્યા હવે શિક્ષકોને નહીં નડે અને શિક્ષકો તેમજ અન્ય શાળા કર્મચારીઓને ફાજલ તરીકે કાયમી રક્ષણ મળશે.બિન્નઅનુદાનિત અને અનુદાનિત શાળા માટે સમાન નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારનાં આ મહત્વનાં નિર્ણયને કારણે શિક્ષકો નોકરી મામલે હવે સંપૂર્ણ સલામતી કહી શકાય. સરકારનાં આ નિર્ણયનાં કારણે શિક્ષણકાર્યની ગુણવત્તા પણ સુધરશે અને શિક્ષકોનાં અનુભવનો બહોળો લાભ અવિર રીતે મળતો થશે. સાથે સાથે સરકારનાં આ સંવેદનશીલ નિર્ણયને કારણે ફાજલ શિક્ષકની નિમણૂકની લાંબી પ્રક્રિયાનો પણ અંત આવ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…