વડોદરા/ ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ

રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા સંસ્થાનું ઇન્સ્પેકશન કરાયું હતું. રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા શંકાસ્પદ પ્રવૃતિ થતી હોાવની શંકા દર્શાવતો રીપોર્ટ સબમિટ કરાયો હતો.

Top Stories Gujarat Vadodara
દીવો 2 7 ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ
  • વડોદરામાં ધર્મ પરિવર્તન મામલો  ફરિયાદ
  • મકરપુરામાં આવેલી સંસ્થાના વિરુદ્ધ ફરિયાદ
  • મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ
  • રાષ્ટ્રીય બાળ આયોગના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ
  • NCPCR ની સુચના બાદ કલેકટરે કમિટી બનાવી
  • કમિટીના સભ્ય સમાજ સુરક્ષા અધિકારીએ નોંધાવી ફિરયાદ
  • સંસ્થામાં શંકાસ્પદ પ્રવૃત્તિનો રિપોર્ટમાં ઉલ્લેખ

ભરૂચ જિલ્લામાં આદિવાસીઓના ધર્મ પરિવર્તન ની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર વડોદરાથી ધર્મપરિવર્તનના સમાચારએ ચકચાર જગાવી છે. વડોદરાના મકરપુરા ખાતે બાળકો માટે કાર્યરત સંસ્થા મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે  બાળકોના ધર્મપરિવર્તનના આરોપ મૂકવામાં આવ્યા હતા.

ત્યાર બાદ રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા સંસ્થાનું ઇન્સ્પેકશન કરાયું હતું. રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા શંકાસ્પદ પ્રવૃતિ થતી હોાવની શંકા દર્શાવતો રીપોર્ટ સબમિટ કરાયો હતો. જેને પગલે કલેકટરની સુચનાથી સમાજ કલ્યાણ અધિકારીએ ફરીયાદ નોંધાવતા મકરપુરા પોલીસે ધર્મ સ્વાતંત્ર્ય કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.

કલેક્ટરે કમિટી બનાવીને સંસ્થામાં તપાસ કરાવી હતી. બાળકીઓનું ધર્મ પરિવર્તનની માહિતી સામે આવી હતી. આ દરમિયાન કેટલીક છોકરીઓ પાસેથી બાઇબલ મળી આવી છે અને છોકરીઓના ગળામાં ક્રોસ હતા. મિશનરીઝ ઓફ ચેરીટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સિસ્ટર રોઝ ટેરેસાએ જણાવ્યું હતું કે, અહીં 24 બાળકીઓ રહે છે અને અભ્યાસ કરે છે. અમારી સામે કરાયેલા આક્ષેપો ખોટા છે. અહીં કોઇ ધર્માંતરણ થયું નથી.

આ કાર્યવાહીથી ખળભળાટ સર્જાયો છે અને વિવાદ થવાના ભણકારા છે. મિશનરીઝ ઓફ ચેરીટી મધર ટેરેસા આશ્રમના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં હિન્દુ બાળાઓના નામે બાઇબલ ઇસ્યુ થયાનું ખુલ્યુ હતું. બે મહિના પૂર્વે બાળ અયોગે તપાસ યોજી હતી. અને તેનો રીપોર્ટ આવ્યો હતો તેમાં શંકાસ્પદ પ્રવૃતિનો નિર્દેશ કરાયો છે.

ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, સંસ્થામાં રહેતી પંજાબી પરિવારની બાળકીનું લગ્ન ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરાવવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા બાળકીઓને ભોજનમાં વેજ અને નોનવેજ આપવામાં આવે છે. બાળકીઓને ક્રોસ પહેરાવવામાં આવે છે.

 

રાજકીય / શું રાહુલ ગાંધી ફરી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડશે? 

PM Modi in Kashi / PM મોદી કાશીમાં શું ગયા, ટ્વીટર પર બર્નોલ શબ્દ એટલો ટ્રેન્ડ થયો કે, લોકોએ લખ્યું –

કોરોના સંક્રમિત / કરીના કપૂર અને અમૃતા અરોરાને થયો કોરોના, રિયા કપૂરના ઘરે ગર્લ ગેંગ સાથે કરી હતી પાર્ટી