World/ મ્યાનમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, 12 લોકોના થયા મોત

મ્યાનમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, 12 લોકોના થયા મોત

Top Stories World
corona 9 મ્યાનમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, 12 લોકોના થયા મોત
  • ઉગ્ર હિંસક દેખાવોમાં 12 લોકોના થયા મોત
  • નેતાઓની મુક્ત કરવાની માગ સાથે લોકો રસ્તા પર
  • મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ
  • 300 સાંસદો લશ્કરી સાંસદના વિરોધમાં કર્યા હસ્તાક્ષર

 

મ્યાનમારમાં સૈન્ય બળવા બાદ શનિવારે સશસ્ત્ર હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. આ હુમલો મ્યાનમારના સ્વ-શાસન ક્ષેત્રના ભૂતપૂર્વ અગ્રણી સંસ્થાના સભ્યના કાફલા પર કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા લોકોમાં નવ નાગરિકો અને ત્રણ પોલીસકર્મીનો સમાવેશ છે. દરમિયાન, દેશમાં લશ્કરી બળવા  વિરુદ્ધ આંદોલનને વેગ મળ્યો છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.

મળતી માહિતી મુજબ, હુમલો કરાયો હતો તે કાફલો યુ કોન મંગ લ્વિન હતો, જે દેશના સ્વ-શાસન ક્ષેત્રના કોકાંગમાં કેન્દ્રીય કારોબારી સમિતિના ભૂતપૂર્વ સભ્ય હતો. મૌંગ લ્વિનના કાફલા પર  મ્યાનમાર રાષ્ટ્રીય ડેમોક્રેટિક એલાયન્સ આર્મીના 20 સભ્યોએ રાજધાની લશ્કિયોથી લુકાઇ તરફ જતા હુમલો કર્યો હતો.

તેમાં આઠ નાગરિકો અને પાંચ પોલીસ કર્મચારીને પણ ઇજા પહોંચી હતી. દરમિયાન, સેનાએ 28 ફેબ્રુઆરી સુધી સશસ્ત્ર દળો વિરુદ્ધ કાર્યવાહી અટકાવી દીધી છે. બીજી તરફ, મ્યાનમારમાં ગાંધીવાદી રીતે નાગરિક અસહકારની આંદોલન શરૂ થઈ છે. આ અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાયા હતા. તેમણે યાંગોનની એક યુનિવર્સિટીમાં ધરપકડ કરાયેલ નેતા આંગ સાન સુ કી અને અન્ય લોકો માટે સમર્થન વ્યક્ત કર્યું. વિરોધીઓએ તેમના કપડા પર લાલ રીબીન લગાવી હતી. જે સુ કીની પાર્ટીનો રંગ છે.

વિરોધ બંધ કરવા માટે ટ્વિટર-ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ

મ્યાનમારના સૈન્ય અધિકારીઓએ દેશમાં ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, આ બળવા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વ્યાપ વધાર્યો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો બનાવટી સમાચાર ફેલાવવા માટે આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને તેને બંધ કરવામાં આવતા તેની ઉપર નજર રાખી રહેલા  નેટબ્લોક્સે પુષ્ટિ કરી છે કે રાત્રે 10 વાગ્યાથી જ ટ્વિટર સેવાઓ બંધ કરવામાં આવી છે. ફેસબુક પર પહેલેથી જ પ્રતિબંધ લગાવાયો છે. મ્યાનમારમાં સરકારી મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે.

બળવો ખસી જવા માટે દબાણ કરશે: ગુટેરેસ
UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને એક કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે અને એવી પરિસ્થિતિઓ ઉભી કરશે કે જે મ્યાનમારના સૈન્ય બળવાને પાછો ખેંચવા દબાણ કરે. તેમણે કહ્યું, સેનાએ નવેમ્બરમાં યોજાયેલી સંસદીય ચૂંટણી પરિણામોનું સન્માન કરવું જોઈએ અને ધરપકડ કરાયેલા તમામ નેતાઓને મુક્ત કરવા જોઈએ.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં

Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ