Sudan Darfur/ સુદાનના દારફુરમાં મિલિશિયા લડાકુઓએ 800 લોકોની કરી હત્યા

સુદાનના દારફુર શહેરમાં મિલિશિયા લડાકુઓએ મોતનો તોંડવ મચાવ્યો છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 12T120817.105 સુદાનના દારફુરમાં મિલિશિયા લડાકુઓએ 800 લોકોની કરી હત્યા

સુદાનના દારફુર શહેરમાં મિલિશિયા લડાકુઓએ મોતનો તોંડવ મચાવ્યો છે. સુદાનના યુદ્ધગ્રસ્ત દારફુર શહેર પર અર્ધલશ્કરી દળો અને તેમના સહયોગી અરબ મિલિશિયાના લડાકુઓ દ્વારા ધણા દિવસોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે આ માહિતી આપી છે. સુદાનની સેના અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં નાગરિકોની પણ સતત હત્યા થઈ રહી છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ બક્ષવામાં આવતા નથી.

પશ્ચિમ દારફુર પ્રાંતમાં અર્દામાતાને આ મહિનાની શરૂઆતમાં નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મૃત્યુ નોંધાયા હતા. લશ્કરી વડા જનરલ અબ્દેલ-ફતાહ બુરહાન અને આરએસએફ કમાન્ડર જનરલ મોહમ્મદ હમદાન દગાલો વચ્ચે ચાલી રહેલ તણાવ યુદ્ધમાં પરિણમ્યો હતો. ત્યારથી મધ્ય એપ્રિલથી સુદાનમાં આવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

તખ્તાપલટ બાદ સુદાનમાં યુદ્ધ

તખ્તાપલટ બાદથી સુદાન યુદ્ધની પકડમાં હતું. ત્યારથી અહીં સતત હિંસા થઈ રહી છે. આ હિંસક ઘટનાઓ 2019માં લશ્કરી બળવા દ્વારા નિરંકુશ શાસક ઓમર અલ-બશીરને સત્તા પરથી હટાવ્યા પછી થઈ રહી છે. યુદ્ધ અલ-બશીરના ઉથલપાથલના 18 મહિના પછી શરૂ થયું. યુએન શરણાર્થી એજન્સીએ જણાવ્યું હતું કે ડાર્ફુરમાં 800 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 8,000 લોકો પડોશી ચાડમાં ભાગી ગયા છે. જોકે, એજન્સીનું કહેવું છે કે ચાડમાં પણ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 સુદાનના દારફુરમાં મિલિશિયા લડાકુઓએ 800 લોકોની કરી હત્યા


આ પણ વાંચો: PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા, લેપ્ચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી

આ પણ વાંચો: સુરતમાં બારડોલી નજીક જીવલેણ અકસ્માતઃ છના મોત

આ પણ વાંચો: શેરબજારમાં દિવાળીના દિવસે ‘મુહૂર્ત ટ્રેડિંગ’નું શું છે મહત્વ, જાણો ઈતિહાસ…