Ahmedabad/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઝડપાયો લાખોનો દારૂનો જથ્થો, ઘઉંની આડમાં સંતાડયો હતો દારૂ

પોલીસે વસ્ત્રાલના અર્જુન પાંડે નામના યુવકની ધરપકડ કરી ગોડાઉનમાં તપાસ કરતા ઘઉંના જથ્થાની આડમાં ઢાંકીને સંતાડીને રાખેલી 8076 દારૂની બોટલો કબજે કરી છે.. 33.37 લાખની કિંમતની 600 પેટી દારૂ ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે.

Ahmedabad Gujarat
a 214 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઝડપાયો લાખોનો દારૂનો જથ્થો, ઘઉંની આડમાં સંતાડયો હતો દારૂ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ હાલ અલગ અલગ જગ્યાઓએ પેટ્રોલીંગ કરી રહી છે તેવામાં અમદાવાદ જિલ્લા એલ.સી.બી ની ટીમે બાતમીના આધારે કણભા જીઆઇડીસી વિસ્તારના ધામતવાણ ગામની સીમમાં આવેલા યુનિટી ઇન્ડસ્ટ્રીઅલ પાર્કમાં શેડ નંબર 12 માં રેડ કરી ગોડાઉનમાં તાડપત્રી ઢાંકીને સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે.

પોલીસે વસ્ત્રાલના અર્જુન પાંડે નામના યુવકની ધરપકડ કરી ગોડાઉનમાં તપાસ કરતા ઘઉંના જથ્થાની આડમાં ઢાંકીને સંતાડીને રાખેલી 8076 દારૂની બોટલો કબજે કરી છે. 33.37 લાખની કિંમતની 600 પેટી દારૂ ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ત્રણ મહિના પહેલા ભાડેથી ગોડાઉન રાખી બહારથી ના જથ્થા સાથે દારૂનો જથ્થો મંગાવી લેવાની આડમાં વિદેશી દારુનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ પ્રવૃત્તિમાં આરોપીની સાથે કોણ કોણ સામેલ છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમજ કોને આપવાનો હતો તે દિશામાં અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

a 213 સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઝડપાયો લાખોનો દારૂનો જથ્થો, ઘઉંની આડમાં સંતાડયો હતો દારૂ

મહત્વનું છે કે થોડાક સમય પહેલા બાકરોલમાંથી લાખોનો દારૂ ઝડપાયો હતો ત્યારે ફરી એક વાર કણભા પોલીસની હદમાં જ લાખોનો દારૂ મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી શંકાસ્પદ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ