Surendranagar News: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે. વઢવાણ પ્રાંતના અધિકારીની ટીમ સામે ડમ્પર ચાલકે દાદાગીરી કરીને બતાવી આપ્યું હતું કે ખનીજ માફિયાઓ કેવા બેફામ છે. વઢવાણ-લખતર હાઇવે પર વઢવાણ પ્રાંત અધિકારીની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. ટીમેડ મ્પર રોકી ખનીજ રોયલ્ટી માંગતા ડમ્પર ચાલક ભડક્યો હતો.
ડમ્પર ચાલક યોગ્ય કાગળ રજૂ કરવામાં નિષ્ફળ જતાં પ્રાંત અધિકારીની ટીમે ડમ્પર જપ્ત કરવાની કામગીરી કરવા માંડી હતી. આ કાર્યવાહી ચાલતી હતી અને ખાણખનીજ વિભાગનો કર્મચારી ડમ્પરમાં હતો ત્યારે જ ડમ્પર ચાલકે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ડમ્પર ભગાડી મૂક્યું હતું.
પ્રાંત અધિકારીની ટીમના કર્મચારીઓ ચાલુ ડમ્પરે કૂદકો મારી જીવ બચાવ્યો હતો. ડમ્પર ચાલકે પ્રાંત અધિકારીઓના વાહનોને પણ હડફેટે લેવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રાંત અધિકારીની ટીમે ભાગતા ડમ્પરનો પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ડમ્પર ચાલક સામે ફરજમાંરુકાવટ અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી. વઢવાણ પોલીસમાં ડમ્પર ચાલક સામે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી.
આ પહેલાં બાબરા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેના પગલે SOGની ટીમે બાતમીના આધારે નીલવડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યા હતા, તેઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. SOGની આ કાર્યવાહીથી પર્યાવરણને થતા નુકસાન પર અંકુશ લાગશે તેવી શક્યતા છે.
SOG એ જણાવ્યું કે, આ ઝડપાયેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જપ્ત કરેલ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવશે. આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવતા અન્ય માફિયાઓને પકડવા માટે પોલીસ તપાસ ચાલુ છે. SOGની આ સફળ કાર્યવાહીથી માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: બાબરા પંથકમાં SOGનો સપાટો, ખનીજ માફિયાઓના સામ્રાજ્યમાં ખળભળાટ
આ પણ વાંચો: રાજકોટના ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ
આ પણ વાંચો: થાનગઢમાં ખનીજ માફિયાઓ અધિકારીઓને ધમકાવીને જપ્ત કરેલા 3 ટ્રેકટર લઈ ગયા