Not Set/ રાજ્યમાં મીની લોકડાઉન પાર્ટ- 2 બનશે અમલી ?, સાંજે કોરકમિટીની બેઠકમાં નિર્ણય : જૂનાગઢમાં CM રૂપાણીએ કરી જાહેરાત

“મુખ્યમંત્રી રૂપાણી આજે જૂનાગઢની મુલાકાતે છે ત્યારે તેઓએ જૂનાગઢમાં મોટી જાહેરાત કરી છે.આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની મળશે બેઠક મળશે. આવતીકાલે કર્ફયૂની મુદત  પૂર્ણ થાય છે કર્ફયૂ અંગે આજે

Top Stories Gujarat
cm meeting રાજ્યમાં મીની લોકડાઉન પાર્ટ- 2 બનશે અમલી ?, સાંજે કોરકમિટીની બેઠકમાં નિર્ણય : જૂનાગઢમાં CM રૂપાણીએ કરી જાહેરાત

“મુખ્યમંત્રી રૂપાણી આજે જૂનાગઢની મુલાકાતે છે ત્યારે તેઓએ જૂનાગઢમાં મોટી જાહેરાત કરી છે.આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની મળશે બેઠક મળશે. આવતીકાલે કર્ફયૂની મુદત  પૂર્ણ થાય છે, કર્ફયૂ અંગે આજે સાંજે  નિર્ણય થઇ જશે.29 શહેરોમાં કર્ફયૂની મર્યાદા અંગે લેવાશે નિર્ણય લેવાશે.”

ગુજરાતના કોરોનાના કેસોમાં નિયંત્રણ આવે તે માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં જોઈએ તેટલો ઘટાડો થઈ રહ્યો નથી. એવામા ગુજરાતમાં કોરોનાની ચેન તોડવા માટે કેન્દ્રના આદેશ અન્વયે મીની લોકડાઉન લંબાવવામાં આવે તેવી શક્યતા છે.તેમજ આ અંગે આજે  કોર કમિટીની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. જોકે હજુ સુધી દુકાનો બજારો વગેરે બંધ રાખવી જરૂરી હોય તેવું સરકારનું પ્રાથમિક તારણ છે.તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે માર્ગદર્શિકાને વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે. ટૂંકમાં કહી શકાય કે મીની લોકડાઉન- પાર્ટ 2 અમલમાં આવી શકે છે.

No proposal from Gujarat to extend lockdown by two weeks, says govt | Cities News,The Indian Express

સરકારના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ ચાલુ જ રહે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં રાત્રિના સવારે 8 થી સવારે છ સુધી કર્ફ્યુનો અમલી છે. જેનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતની બાબતોનો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારોને સત્તા આપી છે. જે અન્વયે વિવિધ રાજ્યો પોતાના નિર્ણયો લઇ રહ્યા છે. ત્યારે આજે સાંજે મળનારી કોર કમિટીની મિટિંગમાં વર્તમાનમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. એ બાબત ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સ એ પંદર દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.

Gujarat: Experts call for 15-day self-imposed lockdown | Cities News,The Indian Express

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડા થી ચિંતિત રાજ્ય સરકારે ગત 28મીએ રાજ્યના 29 શહેરોમાં મીનીલોકડાઉન લાગુ કર્યું હતું. જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં 50% ની હાજરીનો નિયમ અમલમાં મૂક્યો હતો. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જ્યારે માત્ર પાર્સલ સુવિધા જ ચાલુ રહી છે. આ મીની લોકડાઉન અંતર્ગત પણ કોરોના પર જોઈએ તેટલો કાબુ મળ્યો નથી. જેના કારણે સરકારને તેને લંબાવવાની ફરજ પડી રહી છે. રાજ્ય સરકાર આ તમામ નિયંત્રણ હજુ પણ લંબાવે તેવી પૂરી શક્યતા છે.

sago str 2 રાજ્યમાં મીની લોકડાઉન પાર્ટ- 2 બનશે અમલી ?, સાંજે કોરકમિટીની બેઠકમાં નિર્ણય : જૂનાગઢમાં CM રૂપાણીએ કરી જાહેરાત