Not Set/ “જળ એજ જીવન” નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં

બદલાતા જળવાયુ પરિવર્તનને કારણે આ સમય પ્રકૃતિનું અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે. એક જગ્યાએ દેશમાં પાણીની અછત અને જળ સંકટ છે. તો બીજી જગ્યા અડધાથી વધુ દેશ પુરની લપેટમાં આવી ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં જળની વિકટ સ્થિતી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ભારતના કેટલાક મોટા રાજ્યોમાં પુરની ભયકંર સ્થિતી સર્જાઈ છે. […]

Top Stories India
pm3 "જળ એજ જીવન" નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં

બદલાતા જળવાયુ પરિવર્તનને કારણે આ સમય પ્રકૃતિનું અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે. એક જગ્યાએ દેશમાં પાણીની અછત અને જળ સંકટ છે. તો બીજી જગ્યા અડધાથી વધુ દેશ પુરની લપેટમાં આવી ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં જળની વિકટ સ્થિતી સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ભારતના કેટલાક મોટા રાજ્યોમાં પુરની ભયકંર સ્થિતી સર્જાઈ છે. તેમ છતાં હજી પણ ભારતના મોટા જળાશયોમાં જરૂર પુરતું પાણી સંગ્રહીત થયુ નથી.

pm2 "જળ એજ જીવન" નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં

આઝાદીના 70 વર્ષ પછી અત્યારે સુધી જેટલી પણ સરકાર આવી તેમણે પોતાની શક્તિ પ્રમાણે દેશમાં કામ કર્યુ તેમ છતાં હજી પણ દેશમાં જળ સંકટ જોવા મળી રહ્યો છે. હજી પણ કેટલાક રાજ્યો એવા છે, જ્યાં મહિલાઓ ,બાળકો માથા પર વધુ ભાર ઉચકી પાણીના શોધમાં પગપાળે દુર દુર જાય છે. અને પાણી ભરીને ઘરે લાવે છે. પાણીની અછતના પીડાથી દેશના કેટલાક એવા ઘરો છે જે પીડાઈ રહ્યા છે. ભવિષ્યમાં જળ સકંટની પરિસ્થિતિ વધુ વિકટ બનશે તેવી શક્યતાઓ પણ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

water crisis edd "જળ એજ જીવન" નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં

સરકાર પણ જળસંકટની સમસ્યાના કાયમી ઉકેલ માટે તૈયારી કરી રહી છે. તેમજ જળ સંગ્રહ માટે નવી નવી યોજનાઓને અમલ કરી રહી છે. દેશમાં જ જળ સંકટને લઈ દેશના વડાપ્રધાને સ્વતંત્રતા પર્વ નિમિત્તે જનતાને સંબોધન કર્યુ હતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની સિદ્ધિઓ વિશે વાત કરતાં નવું ‘જળ શક્તિ મંત્રાલય’ બનાવવાની વાત કરી હતી. જળ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા વડા પ્રધાને પોતાના સંબોધનમાં જળ સંકટની ગંભીરતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે અને દેશ અને સમાજે આ વિશે વિચાર કરવો પડશે. તેમણે શિક્ષકોને સલાહ આપી કે વિદ્યાર્થીઓને બાળપણથી જ જળસંચય શીખવવું જોઈએ.

water criisis "જળ એજ જીવન" નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં
પ્રતિકાત્મક ફોટો

જળ સંગ્રહની વાતો દરમિયાન વડા પ્રધાને જૈન મુની બુધિસાગર સૂરીજીની પાણીને લઈ કરાયેલી ભવિષ્યવાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં એક મહુડી કરીને તીર્થ ક્ષેત્ર છે. જૈન સમુદાયના લોકો ત્યાં આવતા જતા રહે છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા ત્યાં એક જૈન મુનિ હતા. તેઓ ખેડૂતના ઘરમાં જન્મ્યા હતા પરંતુ જૈન પરંપરા સાથે જોડાઈને દીક્ષા લીધી અને જૈન મુનિ બન્યા. લગભગ 100 વર્ષ પહેલા બુદ્ધિ સાગરજી મહારાજે લખ્યું છે કે, એક દિવસ એવો આવશે જ્યારે પાણી કિરાણાની દુકાનમાં વેચાતું હશે. આજે આપણે પીવાનું પાણી કિરાણાની દુકાનમાંથી લઈએ છીએ, આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ.

pm 2 "જળ એજ જીવન" નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં

બીજી ટર્મમાં વડા પ્રધાનનું ધ્યાન જળ સંકટ પર છે. સરકારે આ માટે એક અલગ જળ શક્તિ મંત્રાલય બનાવ્યું છે, સાથે ‘જળ જીવન મિશન’. વડા પ્રધાને આ યોજના માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા આપ્યા છે. વડા પ્રધાને જળસંચય, પાણીનો બચાવ, વરસાદના પાણીનો ઉપયોગ સામાન્ય લોકોને કેવી રીતે કરવું જોઈએ તેના પર ભાર મૂક્યો હતો. જેથી ભવિષ્યમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે. હવે આપને જણાવીશુ કે આપણે પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરી શકીયે છીએ. અને જળ જીવન મિશનને પુરા કરવા કઈ વાતો પર ધ્યાન રખવા જરૂરી છે.

Water Cut "જળ એજ જીવન" નો આવો પાઠ ભણાવ્યો, PMએ પોતાનાં રાષ્ટ્ર જોગ સંબોધનમાં

ભવિષ્યમાં થનારી જળ સંકટને લઈ સરકાર અને પ્રરજા બન્ને ચિંતતી છે. પરંતુ ફક્ત વિચાર કરવાથી નહી બલકે સરકાર અને પ્રજાને મળીને જળ સુરક્ષીત કરવાથી ચિંતાનુ નિરાકરણ આવશે. સરકાર દ્વારા બનાવવીમાં આવેલી યોજનાઓને જનતાને પણ નિયમીત અમલ અને ઉપયોગ કરવો જોઈએ. જળનો બેકાર અને વધુ પડતુ ઉપયોગ અટકાવવુ જોઈએ. જેનાથી ભવિષ્યને સુરક્ષીત કરી શકાય. અને ભવિષ્યમાં આવનારા જળ સંકટને અટકાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.