Not Set/ નાવરિયા GIDC વિસ્તારનાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

કાલોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા નાવરિયા જીઆઇડીસી વિસ્તારના તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

Gujarat Others
1 356 નાવરિયા GIDC વિસ્તારનાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

કાલોલ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવેલા નાવરિયા જીઆઇડીસી વિસ્તારના તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

1 357 નાવરિયા GIDC વિસ્તારનાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

કાલોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ અને હાલોલ તાલુકાના નાવરીયા ગ્રામ પંચાયત સ્થિત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક તળાવમાં થતા રહેલા માટી ખનન બાબતે જિલ્લા ખાણ ખનીજ વિભાગે છાપો મારતાં ગેરકાયદે માટી ખનન સામે તંત્રએ રૂ.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર ઘટનાની વિગતો અનુસાર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રિય ટીમ બુધવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે નાવરીયા ગામના તળાવમાં ઓચિંતી તપાસ કરતા તળાવમાંથી પાસ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે માટી ખનન કરી વહન કરી જતા હોવાનું તપાસમાં આવ્યું હતું.

1 358 નાવરિયા GIDC વિસ્તારનાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

જે અંતર્ગત તપાસમાં એલ એન્ડ ટી કંપની હેઠળ કોઈ નિલેશ પટેલ નામના ઈજારદાર વ્યક્તિ દ્વારા તળાવમાંથી માટી ખનન કરી જીઆઇડીસી વિસ્તારમાં જ ઠાલવતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જે અંગે ઈજારદાર દ્વારા તંત્ર પાસેથી કોઈ પરવાનગી કે રોયલ્ટી પાસ મેળવ્યો નહોતો. જેથી ખાણખનીજ વિભાગે ગેરકાયદે ખનન હેઠળ સ્થળ પર ખનન કરતા હીટાચી મશીનને જપ્ત કરી ખનન કરેલ જગ્યાએ જીપીએસ સીસ્ટમ માપણી કરી ગેરકાયદે ખનન કરતા જવાબદાર તત્વો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રની અસરકારક કાર્યવાહી મામલે આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી અને માટી ખનન કરીને ખનન માફિયાઓ દ્વારા જીઆઇડીસી બહાર પણ વેપલો કરતા હોવાની લોકચર્ચાએ જોર પકડયું હતું.

kalmukho str 7 નાવરિયા GIDC વિસ્તારનાં તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન કરતા ખાણખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે