Junagadh/ ભેસાણ તાલુકામાં બન્યો ચમત્કારી બનાવ, ગર્ભ ધારણ કર્યા વગર ગાય આપે છે દૂધ

જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકામાં એક ચમત્કારીક બનાવ સામે આવ્યો છે….

Gujarat Others
police attack 32 ભેસાણ તાલુકામાં બન્યો ચમત્કારી બનાવ, ગર્ભ ધારણ કર્યા વગર ગાય આપે છે દૂધ

@વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ – જૂનાગઢ 

જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકામાં એક ચમત્કારીક બનાવ સામે આવ્યો છે. જેમાં બરવાળા ગામનાં એક ખેડૂત પાસે વાછરડીનું ગર્ભ ધારણ કર્યા વગરની ગાય બે ટાઈમ દૂધ આપી રહી છે.

ભેસાણ તાલુકાનાં બરવાળા ગામનાં ખેડૂત રમેશ આહીર દ્વારા પોતાની 12 વીઘા જમીનમાં ગાયનો તબેલો બનાવવામાં આવ્યો છે. જેમાં નાની-મોટી મળી લગભગ 12થી 14 ગીર ગાય રાખવામાં આવી છે. તેઓ પાસે રહેલા પશુ પૈકી એક ગાય વાછરડીનું ગર્ભધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપી રહી છે. ઉપરાંત લાખો ગાયની સંખ્યામાં આવી એક જ ગાય ગર્ભ ધારણ કર્યા વગર દૂધ આપે તે એક કુદરતી કમાલ હોવાથી લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે.

આ પ્રકારની ગાય દેવી-દેવતાઓની પ્રિય ગાય હોવાનું પણ માનવમાં આવે છે. આ ગાયનું દૂધ શિવજીને ચઢાવવામાં આવે છે. તો સાથે જ આ ગાયનું દૂધ ફક્ત દેવતાઓ જ આરોગી શકે તેવું પણ સાધુ-સંતોએ જણાવ્યુ હતું. કળયુગમાં આ ગાયનાં દર્શન દુર્લભ હોવાથી સાધુ-સંતો તેમજ લોકોમાં આ ગાયનાં દર્શન કરવાથી સર્વ પાપનો નાશ થતો હોવાની પણ માન્યતા ઉભી થઈ છે.