ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક: સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ટ્રાફિક પોલીસકર્મીએ હૂટર વગાડતી એક કારને રોકી તો તેમાંથી બહાર નીકળેલા લોકોએ તેની સાથે ગેરવર્તણૂક શરૂ કરી અને પોતાને બીજેપી નેતાના સમર્થક કહેવા લાગ્યા.
અહેવાલો અનુસાર, કેટલાક દુર્વ્યવહાર કરનારા લોકો પોતાને ભાજપના ધારાસભ્ય આશુતોષ શુક્લાના સંબંધી ગણાવતા હતા.
જ્યારે હૂટર વગાડવામાં આવ્યું ત્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે ભાજપના ઝંડા સાથે એસયુવીની તસવીર લેવાનો પ્રયાસ કર્યો. કોન્સ્ટેબલને આવું કરતા જોઈને કાર સવારો ગુસ્સે થઈ ગયા અને તેઓએ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. તેઓ ટ્રાફિક કોન્સ્ટેબલને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ ગયા જ્યાં ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરની સામે રડી પડ્યો અને સમગ્ર મામલો સંભળાવ્યો. આ દરમિયાન અન્ય પોલીસકર્મીઓ નિઃસહાય દર્શકો બનીને રહ્યા. આ બાબતનો વીડિયો સમાજવાદી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કર્યો છે.
આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ કોઈ પોલીસ અધિકારી આ ઘટના પર ટિપ્પણી કરવા તૈયાર નથી.
આ પણ વાંચો: Political/ ભાજપમાં જોડાવામાં હાર્દિક પટેલ સામે શું અવરોધ આવી રહ્યાં છે! સમજો સમીકરણ
આ પણ વાંચો: BRICS/ કાલે વિદેશ મંત્રીઓની બેઠક, BRICS સમિટ પહેલા રશિયા-યુક્રેન પર થઈ શકે છે ચર્ચા
આ પણ વાંચો: Tweet/ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારતની તુલના શ્રીલંકા સાથે કરી, આ વખતે ગ્રાફ દ્વારા સમજાવ્યું