જોખમ/ સુરતમાં બાળકોમાં MISC બીમારીનો ખતરો : ગયા વર્ષે 129 કેસ વધીને આ વર્ષે 350 સામે આવ્યા

સુરતમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. અને સુરતમાં બીજી લહેર દરમ્યાન એક તબક્કે ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્મ્રણ કાબુમાં આવી રહ્યું છે.

Top Stories Gujarat
misc1 1 સુરતમાં બાળકોમાં MISC બીમારીનો ખતરો : ગયા વર્ષે 129 કેસ વધીને આ વર્ષે 350 સામે આવ્યા

સંજય મહંત, સુરત @મંતવ્ય ન્યૂઝ

સુરતમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. અને સુરતમાં બીજી લહેર દરમ્યાન એક તબક્કે ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્મ્રણ કાબુમાં આવી રહ્યું છે. પરંતુ ખાસ કરીને બાળકોમાં એમ.આઈ.એસ.સી. [ મલ્ટી સિમટન્સ ઇન ચિલ્ડ્રન] નામની બીમારી જોવા મળી રહી છે. આ બીમારીના ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦માં ૧૨૯ જેટલા કેસો હતા, પરંતુ સદનસીબે એક પણ મોત થયું ન હતું. પરંતુ આ વર્ષે આ બીમારીના કેસો વધીને ૩૫૦ થયા છે અને આ વર્ષે બે બાળકોના મોત થયા છે. જે એક ચિતાનો વિષય કહી શકાય છે. સુરતમાં આ બીમારીથી એક સચિન વિસ્તારમાં રહેતી ૬ વર્ષની બાળકી અને પર્વત પાટિયા ખાતે રહેતા ૯ વર્ષના બાળકનું મોત થયું છે.

misc2 સુરતમાં બાળકોમાં MISC બીમારીનો ખતરો : ગયા વર્ષે 129 કેસ વધીને આ વર્ષે 350 સામે આવ્યા

આ અંગે નાઈસ હોસ્પિટલના તબીબ આશિષ ગોટીએ જણાવ્યું હતું કે આ બીમારીના કેસો આ વર્ષે વધ્યા છે. પરંતુ આ બીમારીથી મોતનો આંક ૦.૦૫ ટકા છે. તેઓએ બે બાળકોના મોત અંગે જણાવ્યું હતું કે જો બાળકોમાં એમ.આઈ.એસ.ઈ. ના લક્ષણો ઓળખવા ખુબ જ જરૂરી છે. લક્ષણો દેખાય અને વાલીઓ સારવારમાં મોડું કરે જેથી બાળકોના મોત થવાની શક્યતા રહેલી છે. ડો.આશિષ ગોટીએ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ એમ.આઈ.એસ.સી.બીમારીના લક્ષણો ઓળખે અને જો બાળકમાં કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરી હતી. ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે આ બીમારી કોરોના થયા પછી એક બે મહિના પછી થઇ શકે છે. જેથી તકેદારીઓ રાખવી ખુબ જ જરૂરી છે.

misc3 સુરતમાં બાળકોમાં MISC બીમારીનો ખતરો : ગયા વર્ષે 129 કેસ વધીને આ વર્ષે 350 સામે આવ્યા

બીમારીના લક્ષણો શું છે ?

તાવ આવવો,
પેટમાં દુખવું

ઝાડા થવા

સાંધા દુખવા

શરીર દુખવું

હોઠ અને આંખ લાલ થવી

શરીર પર ચાઠા પડવા

અમુક બાળકોને કમળો પણ થાય છે

ખેચ આવવી
બાળક ધાવણ ન લેવું
બાળક અકારણસર વધારે રડવું

જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઇ શકે

ડો. નયન પટેલે જાણાવ્યું હતું કે એમ.આઈ.એસ.સી. બીમારી કોરોનાથી સંક્મિત થયેલા બાળકોને થવાની શક્યતા રહેલી છે. જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઇ શકે છે. તેઓએ જાણાવ્યું હતું કે આ બીમારીથી ડરવાની જરૂર નથી. બસ તકેદારી રાખવાની જરૂર છે. અને જો બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંર્પક કરવો જોઈએ.

બાળકોના મોત થવાનું કારણ શું ?

સચિન વિસ્તારમાં રહેતી ૬ વર્ષીય બાળકીના મોત અંગે ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો વાલીએ એમ.આઈ.એસ.સી. બીમારીના લક્ષણ ઓળખવામાં ઘણું મોડું કરી દીધું હતું. અને જ્યાં સુધી બાળકીને સારવાર માટે લાવવામાં આવી ત્યાં સુધીમાં કોરોના પછી બનતા એન્ટીબોડીએ લીવર પર સોજો લાવી અને લીવરનું કામ સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હતું. જેથી લોહી ગંઠાવાની પ્રક્રિયા ખોરવાઈ ગયી હતી. અને શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ શરુ થઇ ગયો હતો.

પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા ૯ વર્ષીય બાળકના શરીરમાં શુગર પ્રમાણ ઘટી જવાથી દાખલ થયું હતું. પરંતુ તબીબ દ્વારા શુગરનું લેવલ નોર્મલ કરવા છતાં બાળક ભાનમાં આવતું ન હતું. જેથી એમ.આઈ.એસ.સી.બીમારી અંગે શંકા જતા બાળકના તમામ રીપોર્ટ કરાવ્યા હતા અને ટુક જ સમયમાં જ બાળકનું બ્લડ પ્રેશર ઓછું થઇ ગયું હતું અને બાળકના શરીરમાં એસીડનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું. બાળકની કીડની પણ કામ કરતી બંધ થઇ ગયી હતી. બાળકને ડાયાલીસીસ પણ શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ અથાગ મહેનત કરવા છતાં બાળકને બચાવી શક્યા ન હતા.

વાલીઓએ તકેદાર રાખવી

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી. અને સુરતમાં એક તબક્કે ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. પરંતુ હવે સુરત અને ગુજરાતમાં કોરોનાનું સંક્મ્રણ ઓછું જરૂર થયું છે. ત્યારે વાલીઓ હાલમાં હરવા ફરવા જઈ રહ્યા છે. જ્યાં પણ બાળકને કોરોના થઇ શકે છે. અને કોરોના થયા પછી બાળકોને પોસ્ટ કોવીડ એમ.આઈ.એસ.સી. બીમારી થઇ શકે છે. અને બાળકને જો કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંર્પક કરવો જરૂરી છે. કારણ કે સમયસર સારવાર ન મળવાના કારણે બાળકોનું આ બીમારીમાં મોત પણ થઇ શકે છે. જેથી વાલીઓએ લક્ષણને લઈને અને હરવા ફરવા સહિતની તકેદારીઓ રાખવી ખુબ જ જરૂરી છે.

majboor str 2 સુરતમાં બાળકોમાં MISC બીમારીનો ખતરો : ગયા વર્ષે 129 કેસ વધીને આ વર્ષે 350 સામે આવ્યા