Not Set/ રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી

રામનવમી કે અન્ય ધાર્મિક પર્વમાં લોકો વ્રત-ઉપવાસ કરતા હોય છે ત્યારે ચાલો આજે જાણીએ ફરાળી મિસ્સી પૂરીની રીત. જેને તમે ઉપવાસમાં સરળતાથી બનાવી શકો છો.   સામગ્રી 1 કપ પલાળેલા સાબુદાણા 1 કપ સિંઘોડાનો લોટ 2 નંગ બાફેલા બટાટા 4-5 નંગ લીલાં મરચાં જરૂરિયાત મુજબ સિંધવ મીઠું 4-5 નંગ મરી ઝીણાં ક્રશ કરેલાં જરૂરિયાત મુજબ […]

Lifestyle
missi puri રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી

રામનવમી કે અન્ય ધાર્મિક પર્વમાં લોકો વ્રત-ઉપવાસ કરતા હોય છે ત્યારે ચાલો આજે જાણીએ ફરાળી મિસ્સી પૂરીની રીત. જેને તમે ઉપવાસમાં સરળતાથી બનાવી શકો છો.

 

સામગ્રી
1 કપ પલાળેલા સાબુદાણા
1 કપ સિંઘોડાનો લોટ
2 નંગ બાફેલા બટાટા
4-5 નંગ લીલાં મરચાં
જરૂરિયાત મુજબ સિંધવ મીઠું
4-5 નંગ મરી ઝીણાં ક્રશ કરેલાં
જરૂરિયાત મુજબ તેલ અથવા તો ઘી
ઝીણી સમારેલી કોથમીર

રીત :

aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી બાફેલા બટાટાનો માવો બનાવી લેવો. અને પછી તેમાં સાબુદાણા તથા સિંઘોડાનો લોટ મિક્સ કરી લેવો.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી લોટને બરાબર મિક્સ કરીને તેમાં ઝીણાં સમારીને મરચાં નાખવા. પૂરી તીખી કરવી હોય તો ક્રશ કરેલ આદું- મરચાં અને લાલ મરચું પાઉડર પણ નાંખી શકાય.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી ત્યાર બાદ સિંધવ મીઠું, મરી સહિત બધા મસાલા નાંખીને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી લોટ બાંધ્યા બાદ હાથ ઉપર થોડું પાણી લગાવીને નાનાં ગુલ્લાં કરી નાંખો.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી તેને પૂરીની જેમ વણી લેવા. ગુલ્લાને તમે હાથેથી થેપીને પણ વેલણના ઉપયોગ વિના પૂરી બનાવી શકો છો.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો અને બધી જ પૂરીઓ બ્રાઉન રેડ કલરની થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે તળવી.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી જો તમારે પૂરીઓ તળવી ન હોય તો પૂરીની બંને તરફ ઘી લગાવીને તવીમાં શેકી લેવી.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી પૂરીઓ તળાઈ જાય એટલે કિચન પેપરમાં મૂકી દેવી જેથી વધારાનું ઘી કે તેલ શોષાઈ જાય. પૂરીઓ સહેજ ઠંડી પડે એટલે ઉપયોગમાં લેવી.
aerow(26) રામનવમીએ બનાવો ફરાળી મિસ્સી પૂરી આ પૂરી ગળ્યા દહીં કે સૂકી ભાજી સાથે સર્વ કરી શકાય.