Not Set/ ગુમ થયેલા AN-32 વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશનાં લીપોથી મળી આવ્યો

અરુણાચલ પ્રદેશના પર્વતોમાં ગુમ થયેલ ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનનો કાટમાળ આખરે 9 દિવસ બાદ મળી આવ્યો છે. વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશનાં લીપોનાં ઉત્તરી વિસ્તારથી મળી આવ્યો છે. આ વિમાનમાં કુલ 13 લોકો હતા. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટી થઇ નથી કે આ ટૂકડા AN-32 વિમાનનાં જ છે. AN-32નો છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં જ સંપર્ક […]

Top Stories India
121172 yuadtvkiwj 1560057687 ગુમ થયેલા AN-32 વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશનાં લીપોથી મળી આવ્યો

અરુણાચલ પ્રદેશના પર્વતોમાં ગુમ થયેલ ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનનો કાટમાળ આખરે 9 દિવસ બાદ મળી આવ્યો છે. વિમાનનો કાટમાળ અરુણાચલ પ્રદેશનાં લીપોનાં ઉત્તરી વિસ્તારથી મળી આવ્યો છે. આ વિમાનમાં કુલ 13 લોકો હતા. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટી થઇ નથી કે આ ટૂકડા AN-32 વિમાનનાં જ છે. AN-32નો છેલ્લે અરૂણાચલ પ્રદેશમાં જ સંપર્ક થયો હતો. ત્યારબાદ વિમાનથી સંપર્ક તૂટી ગયો હતો.

ભારતીય વાયુસેના મુજબ ગુમ થયેલા AN-32નાં કાટમાળ આજે લીપોનાં 16 કિલોમીટર ઉત્તરથી મળી આવ્યો છે. ભારતીય વાયુસેનાનાં MI-17 હેલિકોપ્ટરને આ કાટમાળ મળી આવ્યો છે. વાયુસેનાનું આ વિમાન AN-32 3 જૂને તે સમયે અચાનક ગુમ થયુ જ્યારે તેણે જોરહાટ હવાઇ મથકથી ઉડાન ભરી હતી. ગુમ થયેલા વિમાનને શોધવા માટે સતત વાયુસેના કર્મચારી લાગેલા હતા, જો કે હજુ પૂરી રીતે તે કહી શકાય તેમ નથી કે આ તે જ વિમાનનો કાટમાળ છે. વિમાનનાં અરૂણાચલ પ્રદેશનાં શિ-યોમિ જિલ્લાનાં મેચુકા એડવાંસ્ડ લેડિંગ ગ્રાઉન્ડ માટે અસમનાં જોરહાટથી ઉડાન ભરી હતી. તેનો સંપર્ક બપોરે 1 વાગ્યે ટૂટી ગયો હતો. AN-32 વિમાનમાં 8 ક્રૂ સભ્યો, 5 મુસાફરો સહિત કુલ 13 લોકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે, ઇસ્ટ એર કમાન્ડનાં કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ આર ડી માથુરે ગુમ વિમાન માટે વિશ્વસનીય માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું વળતરની જાહેરાત કરી હતી. ભારતીય વાયુસેના કાફલામાં લગભગ 100 AN-32  વિમાન છે. જે  મુખ્યત્વે ટ્રાન્સપોર્ટનાં કામમાં રોકાયેલા છે. વિશ્વભરમાં આશરે 240 વિમાનો કાર્યરત છે. હાલ ભારતીય વાયુસેના ઉપરાંત શ્રીલંકા,અંગોલા અને યુક્રેનની વાયુસેના પાસે પણ આ વિમાન છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.