Bollywood/ મિથુન ચક્રવર્તીની મસૂરીમાં અચાનક તબિયત લથડી, ડોક્ટર્સ જોવા માટે પહોંચ્યા હોટલ

મિથુન ચક્રવર્તી આજકાલ ‘કાશ્મીર ફાઇલ્સ’ વેબસરીઝનું મસૂરીમાં શૂટિંગ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, તેમની તબિયત લથડતા હોવાના સમાચાર મળ્યા છે.

Entertainment
a 312 મિથુન ચક્રવર્તીની મસૂરીમાં અચાનક તબિયત લથડી, ડોક્ટર્સ જોવા માટે પહોંચ્યા હોટલ

બોલિવૂડના જાણીતા એક્ટર મિથુન ચક્રવર્તી વિશે તાજેતરમાં જ એક મોટો સમાચાર આવી રહ્યો છે. હકીહતમાં, મસૂરીમાં અચાનક અભિનેતાની તબિયત લથડી છે. મિથુન ચક્રવર્તી આજકાલ ‘કાશ્મીર ફાઇલ્સ’ વેબસરીઝનું મસૂરીમાં શૂટિંગ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, તેમની તબિયત લથડતા હોવાના સમાચાર મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મિથુન ચક્રવર્તીને ઉલટી અને દસ્ત  થયા છે, ત્યારબાદ ડોકટરોની ટીમ તેમને જોવા માટે હોટલ પહોંચી છે.

Mithun Chakraborty's annual income will shock you, details here! | Hindi  Movie News - Bollywood - Times of India

મિથુન ચક્રવર્તીની વાત કરીએ તો, અભિનેતાને છેલ્લે 2019 ની થ્રીલર ફિલ્મ ધ તાશકંત ફાઇલ્સમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે શ્વેતા બાસુ અને નસીરુદ્દીન શાહની સાથે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

Mithun Chakraborty

આ સિવાય અભિનેતા ઘણી ફિલ્મો દ્વારા બોલીવુડથી બંગાળી સિનેમા સુધી પણ ખૂબ નામ કમાવ્યું છે. તેમને ચાહકો તેમના ડિસ્કો ડાન્સરના નામથી સારી રીતે જાણે છે.

Mithun to appear on 'Bigg Boss Saath 7' - Television News

આપને જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તીએ 1976માં ફિલ્મ મૃગયા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો. મિથુન એક્ટિંગ, એક્શન અને ડાન્સ ત્રિપુટીમાં નિષ્ણાંત છે. તેમણે વિવિધ ભાષાઓ બંગાળી, હિન્દી, ઓડિયા, ભોજપુરી, તામિલ, તેલુગુ, કન્નડ અને પંજાબીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.

આ પણ વાંચો :ઉર્વશી રૌતેલાએ શેર કર્યા દેસી લુકમાં ફોટોઝ, તેની કાતિલ નજરના દીવાના થયા ચાહકો

આ પણ વાંચો :આ નવા અવતારમાં જોવા મળી ભોજપુરી સ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા

આ પણ વાંચો : બોલિવૂડ માટે દુખદ રહ્યું 2020 : હવે યાદો અને ફોટામાં જ રહી જશે આ દિગ્ગજ સ્ટાર્સ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…