Not Set/ મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સામે FIR નોંધાવી

મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરની હદમાં થયેલી હિંસાના સંબંધમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજ્યના ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય બે અધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધ્યા છે

Top Stories India
Untitled 292 મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સામે FIR નોંધાવી

મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરની હદમાં થયેલી હિંસાના સંબંધમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજ્યના ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્ય બે અધિકારીઓ સામે ફોજદારી કેસ નોંધ્યા છે.  મિઝોરમ પોલીસ મહાનિરીક્ષક (હેડક્વાર્ટર) જ્હોન એનએ કહ્યું કે આ લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :પુલવામામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકીઓ ઠાર

રાજ્ય પોલીસ દ્વારા સોમવારે મોડી રાત્રે સીમંત નગર પાસે મિઝોરમ અને આસામ પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણ બાદ વૈરેંગતે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કેરળમાં સતત ચોથા દિવસ કોરોના કેસમાં વધારો, સમીક્ષા માટે કેન્દ્રની ટીમ પહોંચી

આસામ પોલીસના એક સૂત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે આ અધિકારીઓને 28 જુલાઈએ સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આના બે દિવસ પહેલા, આસામ અને મિઝોરમ પોલીસ દળો વચ્ચે કાચર જિલ્લાના લૈલાપુર ખાતે લોહિયાળ અથડામણ થઈ હતી, જેમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક રહેવાસી માર્યા ગયા હતા જ્યારે અન્ય 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે ધોલાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  દુનિયાના 24 દેશોમાં પ્રતિબંધિત પોટેશિયમ આયોડેટ ભારતમાં મીઠામાં ફરજીયાત