Tech News/ સાવધાન! માત્ર એક કોડ ડાયલ કરવાથી ગાયબ થઈ શકે છે તમારા બેંકના પૈસા, જાણો બચવાના ઉપાયો

નવા ‘કોલ ફોરવર્ડિંગ Scam’ દ્વારા ઠગો OTP વગર તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. જાણો કેવી રીતે આ સ્કેમ કામ કરે છે અને તેને રોકવા માટે કયો કોડ ડાયલ કરવો જોઈએ.

Trending Tech & Auto
Mobile Call Forwarding Scam

Mobile Call Forwarding Scam: અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે કોઈને OTP ન આપવો જોઈએ, નહીંતર છેતરપિંડી થઈ શકે છે. પરંતુ હવે ઠગોએ એવી માસ્ટર માઈન્ડ ટ્રીક શોધી છે કે તેમને તમારા OTPની જરૂર જ નથી! માત્ર એક નાનકડો કોડ ડાયલ કરાવીને ઠગો તમારા આખા ફોનનો કંટ્રોલ લઈ શકે છે અને તમારી જાણ બહાર જ લાખો રૂપિયાની ચોરી કરી શકે છે.

કેવી રીતે શરૂ થાય છે આ ખેલ?

આ છેતરપિંડી (Scam) ની શરૂઆત એક સાધારણ ફોન કોલથી થાય છે. ઠગ પોતાને ડિલિવરી બોય, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ કે બેંક ઓફિસર તરીકે ઓળખાવશે. તે તમને કહેશે કે તમારું કોઈ પાર્સલ અટકી ગયું છે અથવા તમારી કોઈ સર્વિસ બંધ થવાની છે. વિશ્વાસ જીતવા માટે તે તમને કોઈ એપ ડાઉનલોડ કરવા કે લિંક પર ક્લિક કરવા નહીં કહે, પરંતુ માત્ર એક કોડ (જેમ કે 21 નંબર#) ડાયલ કરવા માટે મજબૂર કરશે.

શું છે ‘કોલ ફોરવર્ડિંગ Scam‘ની માયાજાળ?

તમે જેવો તે કોડ ડાયલ કરો છો, તમારા ફોનની તમામ સેટિંગ્સ બદલાઈ જાય છે:

તમારા નંબર પર આવતા તમામ OTP અને મેસેજ સીધા ઠગના મોબાઈલ પર ફોરવર્ડ થઈ જાય છે.

બેંકમાંથી આવતા કન્ફર્મેશન કોલ્સ પણ તમને મળવાને બદલે ઠગને જાય છે.

પરિણામ એ આવે છે કે ઠગ તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે અને તમને તેની જાણ સુદ્ધાં થતી નથી, કારણ કે મેસેજ તમને મળતા જ નથી!

તમારી સુરક્ષા તમારા હાથમાં

કોઈપણ કોડ ડાયલ ન કરો: અજાણી વ્યક્તિના કહેવા પર ક્યારેય ડાયલ પેડ પર જઈને કોઈ નંબર કે કોડ ડાયલ ન કરો.

સેટિંગ્સ ચેક કરો: તમારા ફોનના Call Settings માં જઈને વારંવાર તપાસો કે ‘Call Forwarding’માં કોઈ અજાણ્યો નંબર તો સેટ થયેલો નથી ને?

બ્રહ્માસ્ત્ર કોડ: જો તમને જરા પણ શંકા હોય કે તમારો ફોન હેક (Scam) થયો છે, તો તરત જ ##002# ડાયલ કરો. આ કોડ ડાયલ કરવાથી તમામ પ્રકારની કોલ ફોરવર્ડિંગ સેવાઓ તરત જ રદ થઈ જશે.

ક્વિક ટિપ્સ (Quick Tips):

જો અચાનક તમારા ફોન પર કોલ્સ (Scam) કે મેસેજ આવતા બંધ થઈ જાય, તો તે હેકિંગનું લક્ષણ હોઈ શકે છે.

એન્ડ્રોઈડ અને આઈફોન બંને યુઝર્સ આ સ્કેમનો શિકાર બની શકે છે.

હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) નો ઉપયોગ કરો અને સુરક્ષિત રહો.


આ પણ વાંચો: શું AI ના કારણે 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર ડૂબી જશે? TCS ના CEO એ આપ્યો ચોખ્ખો જવાબ

આ પણ વાંચો:  સાયબર ઠગથી બચવા માટે વરદાન છે ‘ચક્ષુ પોર્ટલ’, શંકાસ્પદ કોલ કરનારનો મોબાઈલ જ થઈ જશે બ્લેકલિસ્ટ