Agniveer/ મોદી સરકારની અગ્નિવીર યોજના દેશની સુરક્ષા સાથે સમાધાનઃ કોંગ્રેસ

કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાને લઈને કોંગ્રેસે સરકાર પરના પ્રહારો વધુ આકરા બનાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઇટ પર ભૂતપૂર્વ લશ્કરી વડા એમ એમ નરવણેએ લખેલા લેખને ટાંકીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 07 05T155007.959 મોદી સરકારની અગ્નિવીર યોજના દેશની સુરક્ષા સાથે સમાધાનઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાને લઈને કોંગ્રેસે સરકાર પરના પ્રહારો વધુ આકરા બનાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઇટ પર ભૂતપૂર્વ લશ્કરી વડા એમ એમ નરવણેએ લખેલા લેખને ટાંકીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ભૂતપૂર્વ લશ્કરી વડા એમ એમ નરવણેએ લખ્યું છે કે અગ્નિપથ યોજનાએ લશ્કરને આશ્ચર્યમાં મૂક્યું છે. ફક્ત લશ્કર જ નહીં નૌકાદળ અને એરફોર્સે પણ તેનાથી આંચકો અનુભવ્યો છે. નૌકાદળના ભૂતપૂર્વ એડમિરલ કેબી સિંઘે તે વાતને સમર્થન આપ્યું હતું કે આ સ્કીમ ભારતીય લશ્કરી દળોની યુદ્ધ લડવાની ક્ષમતામાં ઘટાડો કરશે.

આમ લશ્કરના અધિકારીઓ આ યોજના અંગે આ પ્રકારની માન્યતા ધરાવે છે તેની સામે પીએમ મોદી અને તેમની સરકાર આ નબળો પ્રતિસાદ પામેલી યોજનાને આગળ વધારવા આતુર છે. આ રીતે તેઓ દેશના લશ્કરને લડવા માટે અસમર્થ બનાવી રહ્યા છે. તેના લીધે લશ્કરની કોમ્બેટ રેડીનેસ પર અસર પડી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે અગ્નિવીર લાવવાનો એકમાત્ર હેતુ પેન્શનનું બિલ ઘટાડવાનો છે.  દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે સારી રીતે સમજ ધરાવતા લોકો તે સમજી શકશે કે તેના લીધે દેશના લશ્કરની કોમ્બેટ રેડીનેસ પર અસર કરશે. નૌકાદળના ભૂતપૂર્વ વડા અરૂણ પ્રકાશને ટાંકીને તેમણે આ વાત કહી હતી. સિંઘની ટિપ્પણી ઘણી મહત્ત્વની છે, કારણ કે તેઓ અગ્નિપથ યોજનાની દરખાસ્ત પરની ચર્ચામાં સામેલ હતા અને નવેમ્બર 2021માં નિવૃત્ત થયા હતા. સરકારે જૂન 2022થી અગ્નિપથ યોજના અમલી બનાવી હતી.

આ વાત ફરી પાછી લાઇમલાઇટમાં એટલા માટે આવી હતી કેમકે કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ અગ્નિવીરના પિતાને તે વિડીયો લાઇવ કર્યો હતો કે તેમનો પુત્ર શહીદ થયા પછી તેને કોઈ વળતર મળ્યું નથી. તેનો વળતો જવાબ લશ્કરે આપતા જણાવ્યું હતું કે મૃતકના સગાસંબંધીઓને વળતર ચૂકવાયું છે અને બાકીની રકમ પણ તરત ચૂકવાઈ જશે.

અગ્નિપથ યોજનાને લશ્કરની ભરતીની દાયકાઓ જૂની પ્રક્રિયાથી અલગ રીતે જોવામાં આવે છે. તેમા ભરતી કરાયેલા અગ્નિવીરોમાં 25 ટકાને કાયમી ધોરણે રાખવામાં વે છે અને બાકીનાને પાંચ વર્ષમાં નિવૃત્ત કરી દેવાય છે. તેમને નિવૃત્તિની બધી રકમ ત્યારે જ આપી દેવાય છે. પછી કોઈ પેન્શન આપવાનું રહેતું નથી.

સિંઘે આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર નૌકાદળના ભૂતપૂર્વ વડા અરૂણ પ્રકાશે લખેલા લેખના સંદર્ભમાં કરી હતી. તેમણે લખ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે ત્યારે બીજું બધુ દૂર થઈ જાય છે. કોઈપણ યોજના સફળ ત્યારે કહેવાય જ્યારે તે કોમ્બેટ રેડીનેસને અસર કર્યા વગર સફળ થાય.

આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે ત્યારથી વિવાદમાં રહી છે પીએમ મોદી અને તેમની સરકાર તેના સમર્થનની વાતો કરે છે અને દેશનું લશ્કર યુવાન રાખવાની દલીલો કરે છે. તેની સામે કોંગ્રેસ તેમના આગેવાન રાહુલ ગાંધી અગ્નિવીર યોજનાને દેશની સુરક્ષા માટે સમાધાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમૃતપાલ અને રાશિદ લોકસભાના સભ્ય તરીકે આજે લેશે શપથ, કસ્ટોડિયલ પેરોલ અપાઈ

આ પણ વાંચો: બે બાળકોના પિતાને સગીરા સાથે થયો પ્રેમ, છોકરીએ કર્યો ઈન્કાર… જાણો પછી શું થયું

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે હાથરસ આવશે, મૃતકોના સ્વજનોને મળશે