Not Set/ કોરોનાથી લડવા કેન્દ્ર સરકારની મદદની જરૂર હતી ત્યારે મોદીજી બંગાળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા

યારે રાજ્યો કોરોનાની બીજી ભયાનાક લહેર સામે લડી રહ્યા હતા. અને તેમને કેન્દ્ર સરકારની મદદની જરૂર હતી ત્યારે મોદીજી બંગાળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. તો પણ રાજ્યોએ પોતાની રીતે કોરોના સામે જંગ લડ્યો છે

Top Stories Gujarat Trending
paardi 3 કોરોનાથી લડવા કેન્દ્ર સરકારની મદદની જરૂર હતી ત્યારે મોદીજી બંગાળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા

દેશના તમામ નાગરિકોને રસીકરણ માટે રાજ્યોને મફત રસી આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણા અંગે  કોંગ્રેસ સહિત અનેક લોકોની પ્રતિક્રિયા આવી છે.  વડા પ્રધાનની ઘોષણા પર કોંગ્રેસે કહ્યું હતું કે તે ‘મોડું થયું પણ યોગ્ય નથી’  કેમ કે મફત રસીકરણની માંગ સરકારે આંશિક રીતે સ્વીકારી લીધી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાને દેશમાં અગાઉના રસીકરણ કાર્યક્રમો અંગે ટિપ્પણી કરીને ભૂતકાળની ચૂંટાયેલી સરકારો અને દેશના વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે.

તેમણે કહ્યું, “મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર માંગ કરી છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત રસી અપાવવી જોઈએ, પરંતુ મોદી સરકારે તેને ના પાડી. ત્યારે સુપ્રીમ કોર્ટે મોદીજી અને તેમની સરકારને આડા હાથે લીધી હતી.

ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ pm મોદીની ઘોષણા અંગે સવાલ ઉભા કર્યા છે. તેમને ટ્વીટ કરી કહ્યું છે કે,  જશ ખાટવો જરૂરી છે. .! જયારે રાજ્યો કોરોનાની બીજી ભયાનાક લહેર સામે લડી રહ્યા હતા. અને તેમને કેન્દ્ર સરકારની મદદની જરૂર હતી ત્યારે મોદીજી બંગાળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. તો પણ રાજ્યોએ પોતાની રીતે કોરોના સામે જંગ લડ્યો છે. અને જીત્યા પણ છે.  અને હવે મોદીજી જશ ખાટવા આવી પડ્યા છે. જયારે રસીની જરૂરત હતી ત્યારે કેમ ચુપ હતા.

https://twitter.com/HardikPatel_/status/1401918187747176449?s=20