T20 World Cup/ મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, જે તેણે કરી બતાવ્યુ હવે નહી કરી શકે કોઇ

મોહમ્મદ રિઝવાને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં એક હજાર રન (1000 T20I રન) પૂરા કર્યા છે. અત્યાર સુધી દુનિયાનો કોઈ ખેલાડી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

Sports
મોહમ્મદ રિઝવાને રચ્યો ઈતિહાસ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને T20 ઈન્ટરનેશનલમાં મોટી સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. તેણે જે પરાક્રમ કર્યું છે (રિઝવાન ટી20 રેકોર્ડ), તે આજ સુધી યુનિવર્સલ બોસ કહેવાતા ક્રિસ ગેલ સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા જેવા દિગ્ગજ પણ કરી શક્યા નથી.

મોહમ્મદ રિઝવાને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો – T20 World Cup / એવુ શું બન્યુ કે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન અચાનક ટ્રેન્ડ થવા લાગ્યા MS Dhoni? જાણો કારણ

આપને જણાવી દઇએ કે, મોહમ્મદ રિઝવાને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં એક હજાર રન (1000 T20I રન) પૂરા કર્યા છે. અત્યાર સુધી દુનિયાનો કોઈ ખેલાડી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. રિઝવાને T20 જે કારનામો કરી બતાવ્યો છે તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અને આ રેકોર્ડને કોઈ તોડવો પણ મુશ્કેલ રહેશે.

ભવિષ્યમાં જ્યારે પણ સવાલ આવશે કે T20 ઈન્ટરનેશનલનાં કેલેન્ડર વર્ષમાં પ્રથમ હજાર રન કોણે બનાવ્યા ત્યારે રિઝવાનનું નામ જ લખવામાં આવશે. ટેસ્ટ અને ODI ફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષમાં પ્રથમ હજાર રન કોણે બનાવ્યા તેવો જ આ પ્રશ્ન છે. જવાબ એ છે કે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ક્રિકેટર ક્લેમ હિલે ટેસ્ટમાં આ સિદ્ધિ પ્રથમ હાંસલ કરી હતી. આ રેકોર્ડ 119 વર્ષ પહેલા એટલે કે 1902માં બન્યો હતો. ત્યારે ક્લેમ હિલે એક કેલેન્ડર વર્ષમાં 1060 ટેસ્ટ રન બનાવ્યા હતા.

જો આપણે ODI ફોર્મેટની વાત કરીએ તો આ રેકોર્ડ 38 વર્ષ પહેલા બન્યો હતો. આ સિદ્ધિ ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ ગોવરે હાંસલ કરી હતી. ગોવરે 1983માં એક કેલેન્ડર વર્ષમાં 1086 ODI રન બનાવ્યા હતા. એટલે કે હવે ટેસ્ટ અને ODI બાદ T20 ફોર્મેટમાં પણ પ્રથમ એક હજાર રન કરનાર બેટ્સમેન મળી ગયો છે. ક્લેમ હિલ અને ડેવિડ ગોવર બાદ હવે રિઝવાનનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે.

મોહમ્મદ રિઝવાને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ કેમ બેઠો રહ્યો James Neesham? હવે આપી આ પ્રતિક્રિયા

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 વર્લ્ડકપ 2021ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (11 નવેમ્બર) રમાઈ. આ જ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં મોહમ્મદ રિઝવાને 52 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં તેના 1000 રન પૂરા કર્યા. ટાર્ગેટનો પીઠો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આ મેચને 5 વિકેટથી જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.