Not Set/ ગુજરાત વિધાનસભાનું ચોમાસું ટૂંકું સત્ર સંપૂર્ણ માહિતી સાથે…

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંકુ સત્ર 27 સપ્ટેમ્બર થી શરૂ થશે. માત્ર બે દિવસીય ટૂંકું સત્ર અનેકવિધ રીતે અલગ રીતે યોજાયું છે. સત્રની અનેકવિધ…

Mantavya Exclusive
વિધાનસભાનું ચોમાસુ ટૂંકુ સત્ર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંકુ સત્ર 27 સપ્ટેમ્બર થી શરૂ થશે. માત્ર બે દિવસીય ટૂંકું સત્ર અનેકવિધ રીતે અલગ રીતે યોજાયું છે. આ સત્રની અનેકવિધ વિશિષ્ટતા રહેશે. નવરચિત સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર હોવાથી સરકારમાં ભારે ઉત્સાહ છે.તો વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ અનેકવિધ મુદ્દા સાથે સરકારનો વિરોધ કરી આક્રમક ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો :નંદેશરી GIDC ની વધુ એક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના, 2 લોકોના મોત

ગુજરાત વિધાનસભાના ચોમાસુ ટૂંકા સત્ર અગાઉ વિજય રૂપાણી સરકારના નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. રૂપાણી સરકારના સ્થાને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ થઇ છે અને તેમના નેત્ત્વની સરકાર કાર્યરત થઇ છે. ટીમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિધાનસભાનું આ પ્રથમ ટૂંકુ ચોમાસુસત્ર યોજાશે. પ્રારંભે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે.  વિધાનસભા અધ્યક્ષ તરીકે માત્ર કચ્છના ધારાસભ્ય તરીકે ગૃહમાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ડો.નિમાબેન આચાર્યએ ઉમેદવારી કરી છે.  આ અંગેનો પ્રસ્તાવ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં રજૂ કરશે. વિપક્ષે કોઇ ઉમેદવારી કરી નથી.

પરિણામે ડો.નિમાબેન આચાર્ય અધ્યક્ષ તરીકે બિનહરીફ પસંદગી પામશે. આ સાથે જ  વિધાનસભાગૃહમાં ઇતિહાસમાં અત્યારસુધીનો રેકોર્ડ રહેશે અને ડો.નિમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પ્રસ્થાપિત થશે. અધ્યક્ષની ચૂંટણી બાદ ગૃહમાં પ્રશ્નોત્તરીમાં શાસાક અને વિપક્ષ આમને-સામને રહેશે. ત્યારબાદ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો :બેડલા ગામે બુડલેગરને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરાયો

ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જેઠાભાઇ  ભરવાડ અને ડો.અનીલ જોશીયારાએ ઉમેદવારી કરી છે. આ અંગેના પ્રસ્તાવ શાસકપક્ષ તરફથી મુખ્યપ્રધાન અને વિપક્ષ તરફથી કોંગ્રેસવિધાનસભાના નેતા પરેશ ધાનાણી તરફથી ગૃહમાં મૂકાશે. બહુમતીના જોરે શાસકપક્ષ ભાજપને જ ઉપાધ્યક્ષપદ મળશે.પરિણામે જેઠાભાઇ ઉપાધ્યક્ષ બનશે. વિધાનસભા ગૃહમાં ચાર સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે.

ગૃહમાં રજૂ થનારા સરકારી વિધેયકો

  • ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક
  • ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક
  • વર્ષ-2021 ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં પ્રથમ વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. પૂર્વમુખ્યપ્રધાન વિજય રૂપાણી – પૂર્વ નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ અને પૂર્વ કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના માન-મોભો જળવાય તે રીતે નવાપ્રધાનોની સાથે સ્થાન રહેશે તો તે સિવાયના પૂર્વપ્રધાનો ગૃહમાં પાછળના સ્થાને બેઠક વ્યવસ્થા રહેશે.

અગાઉ જે ધારાસભ્યો પાછળ અને કોરોના સમયના સત્ર સમયે પ્રેક્ષક ગેલેરીમા સ્થાન હતું તેઓ પૈકી જેઓ પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા છે તે તમામ ગૃહમાં અગ્રહરોળમાં અને પૂર્વ રૂપાણી સરકારના પ્રધાનો પાછળ સ્થાન લેશે.

આ પણ વાંચો :ગુજરાત સરકાર બળાત્કારના આરોપી રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી દૂર ન કરવા પર લાખ્ખો શ્રદ્ધાળુઓનો આક્રોશ જોવા મળ્યો

બીજીબાજુ શાસકપક્ષ પર પસ્તાળ પાડવા વિપક્ષ કોંગ્રેસે આગોતરૂ રણનીતિ તૈયાર કરી નવરચિત ભૂપેન્દ્ર પટેલ સરકારને ભીંસમાં લેવામાં આવશે. જેમાં કોરોનાના મૃતકોના પરિવારજનને રૂ.4 લાખ વળતર આપવાની માગ સાથે ગૃહમાં વિપક્ષ આક્રમક બનશે તો કમોસમી વાવાઝોડા સમયે ખેડૂત અને ખેતીને થયેલાં નુક્સાન સહિત બેરોજગારી અને શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્ને સરકાર સામે વિપક્ષ આક્રમક બનશે. આ સમયે નવરચિત સરકારના પ્રધાનોને પૂર્વપ્રધાનો કેવી રીતે મદદ કરી સરકાર તરફી ભૂમિકા ભજવશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :પાટડી મા શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાનું અનાવરણ નીતિન પટેલ અને પાટીલ દ્વારા કરાયું