વિકાસ/ કોરોનાગ્રસ્ત હોવા છતાં રાષ્ટ્રધર્મનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા જેતપુર પાવીના સરપંચ મોન્ટુ શાહ

કોરોનાગ્રસ્ત હોવા છતાં રાષ્ટ્રધર્મનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા જેતપુર પાવીના સરપંચ મોન્ટુ શાહ.

Gujarat Others
રાકેશ ટીકૈત 4 કોરોનાગ્રસ્ત હોવા છતાં રાષ્ટ્રધર્મનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતા જેતપુર પાવીના સરપંચ મોન્ટુ શાહ

@જયદિપ પરમાર, છોટાઉદેપુર

વર્ક ફ્રોમ હોમ થકી વિડિઓ કોલિંગ દ્વારા રોજે રોજ નવા વિકાસના કાર્યો થકી પોતાની ફરજ નિભાવી અનેકોને પ્રેરણાદાયી કાર્ય.

ગામએ દેશના વિકાસનો પાયો છે. જયારે દેશના તમામ ગામો સમૃદ્ધ બનશે ત્યારે જ સમગ્ર દેશ સમૃદ્ધ બને તેમ છે. જયારે ગામના વિકાસની વાત આવે ત્યારે છોટાઉદેપુર આદિવાસી જિલ્લાના જેતપુર પાવી ગ્રામ પંચાયતનું નામ રાજ્ય અને દેશમા મોખરે છે.

પોતાની માતૃભુમીને સ્માર્ટ વિલેજ -સ્માર્ટ જેતપુર બનવવાના ઉદ્દેશથી જેતપુર પાવીના સ્માર્ટ સરપંચ મોન્ટુ શાહ દ્વારા છેલ્લા ઘણા સમયથી અથાક પરિશ્રમ સાથે અનેકો વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ યુવાન સરપંચે આવા કોરોનાકાળના મહાકાય સમયમાં પણ અનેકો નેતાઓ- અને સરપંચોને દેશહિતનું સર્વોપરી ઉદાહરણ પુરુ પાડ્યું છે. કોવીડ – 19 ના નામથીજ લોકો ધ્રુજી ઉઠે છે ત્યારે ખુદ છેલ્લા 10 દિવસથી કોરોનાગ્રસ્ત હોવા છતાં અને તેમાં પણ હોસ્પીટલમાં દાખલ રહીને પણ વિડિઓ કોલિંગ દ્વારા રાષ્ટ્ર સર્વોપરી માનીને અનેકો વિકાસના કાર્યો અવીરત ચાલુ રાખ્યા છે.

સરપંચ દ્વારા આવા સમયે પણ પોતાની જાણ અને તબીયતની પરવાહકર્યા વગર સેવારૂપી કાર્યોને પોતાનો પરમધર્મ માની જેતપુર ગામના વર્ષોથી વંચિત એવા ઈંટવાળા આદિવાસી વિસ્તારના વચલા ફળિયામાં લોકોના ઘરોના ઓટલા સુધી પેવરબ્લોકના કામ સાથે ગામના નવનીત પાર્ક કોલોની, કૃષ્ણકોલોની અને દેશની પ્રથમ પંડિત દીનદયાલ પ્રધાનમંત્રી આવાસકોલોનીમાં પણ રોડના કામોનું વિડિઓ કોલિંગના માધ્યમથી ચાલુ કરાવડાવી કામની ગુણવત્તા અને ચોકસાઈ રાખવાનું પણ કામ કરી રહ્યા છે.

દરેક કામની  કાર્યપધ્ધતિ, તેનું માપ તેમાં વપરાતી વસ્તુનો ભાવ પણ વોટ્સઅપ અને ફેસબૂકના માધ્યમથી જાહેર જનતાને દયાને મુકી જો કામગીરીમાં કોઈ બેદરકારી કે ક્ષતી જણાય તો તરતજ પોતાનો સંપર્ક કરવા જણાવી પારદર્શક વહીવટની પહેલ કરવામાં આવી છે. કોરોનગ્રસ્ત પરિસ્થિતીમાં પણ દેશનો પ્રથમ પંચાયત કક્ષાનો સ્માર્ટ ગાર્બેજ ડીકમ્પોસ્ટ પ્રોજેક્ટના કામ માટેનું માર્ગદશન આપી વહેલી માં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા તરફ દયાન આપાઇ રહ્યું છે.

આવા સરપંચની કામગીરીની નોંધ દેશના પ્રધાનમંત્રી અને રાજ્ય ના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ લેવાયેલ છે. આવા સમયમાં પોતાની ફરજ ને ધર્મ બનાવનાર સરપંચની કામગીરીની ચર્ચા અને પ્રસંશા આજુબાજુના તમામ વિસ્તારોમાં ચાલી રહી છે ત્યારે અનેકોના મોઢે સાંભળવા મળે છેકે સરપંચ હોય તો જેતપુર પાવીના મોન્ટુ શાહ જેવો. આવા સરપંચની કામગીરી અનેકો સરપંચ અને નેતાઓ માટે પણ એક પ્રેરણાદાયી છે. અને ત્યારેજ કહી શકાય કે દેશના તમામ નેતાઓ અને સરપંચો  પોતાની ફરજ અને ધર્મ આવીરીતે નિભાવશે ત્યારે સાચી દિશામાં દેશનો અને ગામોનો વિકાસ શક્ય બનશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…