Not Set/ મોરબી નગરપાલિકામાં પ્રજાના પ્રશ્ને સેવાતી દુર્લક્ષતા

રાજકોટ, મોરબી નગરપાલિકામાં પ્રજાના પ્રશ્ને સેવાતી દુર્લક્ષતા સામે પ્રજાનો આક્રોશ વધતો જાય છે. અને દરરોજ જુદાજુદા વિસ્તારમાંથી પીવાના પાણીની સમસ્યા, સફાઈનો અભાવ અને ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો તેમની સમસ્યાના ઉકેલ માટે  નગરપાલિકાએ દોડી જાય છે. પરંતુ નગરપાલિકાએ પ્રજાના પ્રશ્નો સાંભળવા જવાબદાર વ્યક્તિ હાજર હોતા નથી. તો રજૂઆત કરવી તો કોને કરવી? […]

Gujarat Rajkot
મોરબી મોરબી નગરપાલિકામાં પ્રજાના પ્રશ્ને સેવાતી દુર્લક્ષતા

રાજકોટ,

મોરબી નગરપાલિકામાં પ્રજાના પ્રશ્ને સેવાતી દુર્લક્ષતા સામે પ્રજાનો આક્રોશ વધતો જાય છે. અને દરરોજ જુદાજુદા વિસ્તારમાંથી પીવાના પાણીની સમસ્યા, સફાઈનો અભાવ અને ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો તેમની સમસ્યાના ઉકેલ માટે  નગરપાલિકાએ દોડી જાય છે. પરંતુ નગરપાલિકાએ પ્રજાના પ્રશ્નો સાંભળવા જવાબદાર વ્યક્તિ હાજર હોતા નથી. તો રજૂઆત કરવી તો કોને કરવી? પ્રજામાં તેવો વેદનાસભર સવાલ ઉઠયો છે. આ બાબતે વાત કરીએ તો ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા વધી છે તે સાથે આ શહેરમાં સફાઈના અભાવે કચરાના ગંજ જામ્યા છે. તો ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને નગરપાલિકાએ રજૂઆત કરવા દોડી જાય છે. પરંતુ ત્યાં પ્રશ્નો સાંભળનાર કોઈ હોતું નથી. કરાર આધારીત મુકાયેલા ચીફ ઓફિસર દશ દિવસથી નગરપાલિકામાં આવ્યા નથી. તપાસ કરી તો જાણવા મળ્યું કે નગરપાલિકાના ગોટાળા વાળા વહીવટથી તેઓ આ નગરપાલિકાનું કામ નહીં કરી શકે તેમ જણાવી રાજીનામું આપીને જતા રહ્યા છે તો પ્રમુખ જ્વલેજ નગરપાલિકામાં જોવા મળે છે. તો પ્રજાને લગતા પ્રશ્નો માટે લોકોએ કોને રજૂઆત કરવી? તેઓ સવાલ ઉઠયો છે. હજુ ઉનાળાની શરૂઆત છે પાણીની સમસ્યા વિકટ બનશે. પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરૂ આયોજન કરવુ જોઈએ. પણ નગર પાલિકા એ તેવુ આયોજન ન કર્યુ હોય આવનારા સમયમાં પાણી સમસ્યા નો ઉકેલ કેવી રીતે કરશે તેતો આવનારો સમય જ કહેશે.