Morbi/ ફાયરીંગ અને ડબલ મર્ડરના ગુન્હામાં ઝડપાયા આરોપી

ફાયરીંગ અને ડબલ મર્ડરના ગુન્હામાં ઝડપાયા આરોપી

Gujarat Others
bachu khabad 9 ફાયરીંગ અને ડબલ મર્ડરના ગુન્હામાં ઝડપાયા આરોપી

@રવિ નિમાવત , મોરબી.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બઘડાટી પ્રકરણમાં બે યુવાનના મોત થયા બાદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી અગાઉ છ આરોપીને દબોચી લીધા હતા તો વધુ ચાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં ગત રવિવારે બઘડાટી બોલી ગઈ હતી.  જેમાં ફાયરીંગ થતા બે યુવાનના મોત થયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં છ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો બનાવમાં હજુ અન્ય આરોપી ફરાર હોઈ જેને ઝડપી લેવા પોલીસ ટીમ સતત તપાસ ચલાવી રહી હતી. જેમાં  વધુ ચાર આરોપીને ઝડપી લેવાયા છે જેમાં અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી, મકબુલભાઈ ઈસ્માઈલભાઈ મન્સૂરી, અહેમદભાઈ ઇકબાલભાઈ બકાલી અને સબ્બીર મહમદભાઈ જીવાણીની ધરપકડ કરવામાં આવી છે.

ITR / આઈટીઆર ફાઇલ કરવા માટે બાકી છે માત્ર આટલાં દિવસ, જાણો કેવી રી…

awards / વર્ષ 2020ના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડની જાહેરાત, જાણો ભારતમ…

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…