Not Set/ પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા વધુ ૫૫ ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા

વેરાવળ ફિશરીશ કચેરી ખાતે માછીમારો સ્વાજનોને મળતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટો ને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સમુદ્રી 2 જળ સીમા પર થી પકડી પાડવામાં આવે છે અને આ ફિશિંગ બોટોનાં ખલાસીઓ (માછીમારો) ને પાકિસ્તાન ની દાંડી જેલ માં ધકેલી દેવામાં આવે છે બાદ એક દોઢ વર્ષ […]

Gujarat Others
machhimar પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા વધુ ૫૫ ભારતીય માછીમારો માદરે વતન પહોંચ્યા

વેરાવળ ફિશરીશ કચેરી ખાતે માછીમારો સ્વાજનોને મળતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. અરબી સમુદ્રમાં માછીમારી માટે જતી ભારતીય ફિશિંગ બોટો ને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સમુદ્રી 2 જળ સીમા પર થી પકડી પાડવામાં આવે છે અને આ ફિશિંગ બોટોનાં ખલાસીઓ (માછીમારો) ને પાકિસ્તાન ની દાંડી જેલ માં ધકેલી દેવામાં આવે છે બાદ એક દોઢ વર્ષ બાદ તેમને મુક્ત કરવામાં આવે છે.

હાલમાં જ પાકિસ્તાન સરકાર દ્વારા 600 થી વધુ બંધક ભારતીય માછીમારો પૈકી 355 ને મુક્ત કરવા નિર્ણય લીધેલ અને તે પૈકી નાં ચોથા તબક્કાનાં વધુ ૫૫ માછીમારોનો ફિશરીશ વિભાગ દ્વારા વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન સરકાર પાસેથી કબ્જો મેળવી વેરાવળ ફિશરિઝ કચેરી ખાતે લાવવામાં આવેલ જ્યાં જરૂરી કાર્યવાહી બાદ તેમના સ્વાજનો ને સોંપી દેવામાં આવેલ. વેરાવળ ફિશરીશ કચેરી ખાતે માછીમારો આવી પહોંચતા કાગડોળે રાહ જોતા તેમના સ્વાજનોમાં હરખની હેલી સાથે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

મુકત થયેલ માછીમારો એ માદરે વતન પરત આવ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવેલ કે જ્યારે ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવ સમયે પાકિસ્તાન જેલમાં પણ તનાવ ભરી સ્થિતિ સર્જાઇ હતી અને ભારતીય માછીમારો ને પાકિસ્તાનનાં કેદીઓથી અલગ રાખવામાં આવ્યા હતા. કોડીનારનાં કોટડા ગામનાં ધનસુખ કરશન ચાવડા નામના માછીમારને ચાર માસ પૂર્વે પાકિસ્તાન જેલમાં પક્ષઘાતનો હુમલો આવેલ જે અતિ દયનિય સ્થિતિમાં માદરે વતન પહોંચ્યા.