gujarat rain/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં મંગળવારે 108 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Top Stories Gujarat
Gujarat Heavy rain ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં મંગળવારે 108 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિરમાં સવા ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં એક ઇંચ વરસાદ, મહીસાગરના લુણાવાડામાં એક ઇંચ વરસાદ, પંચમહાલના શહેરામાં એક ઇંચ વરસાદ, ઉમરપાડના કાલોલ, સિંગવડમાં પોણો ઇંચ વરસાદ, દાહોદ, ગણદેવી, ખેરગામ, નાંદોદમાં અડધો ઇંચ વરસાદ, ડેડિયાપાડા, આહવા, સાગબારામાં અડધો ઇંચ વરસાદ, મહેમદાવાદ, સંતરામપુર, ફતેપુરા, ચીખલીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 83 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છમાં 135 ટકા, સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ 60 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ગયા વર્ષની તુલનાએ 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાત તાલુકામાં દસ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 78 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છમાં 135 ટકા, સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. અન્ય ઝોનમાં પણ 60 ટકાથી વધુ વરસાદ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના સાત તાલુકાઓમાં 10 ઈંચથી ઓછો વરસાદ થયો છે.
હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ મહેસાણા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં હળવા વાવાઝોડાની અપેક્ષા છે. દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.

 

આ પણ વાંચોઃ બસમાં મુસાફરી કરતા લોકો સાવધાન!/ત્રણ વર્ષથી એક જ લકઝરીમાં MPથી અમદાવાદ આવતા વેપારીને ડ્રાઇવર અને કંડકટરે જ શિકાર બનાવ્યો

આ પણ વાંચોઃ ઇમારત ધરાશયી મામલો/જૂનાગઢમાં 450 કરતા વધુ જર્જરિત ઇમારતોને નોટિસ, 60 જેટલી ઇમારતો ઉતારી લેવાઇ

આ પણ વાંચોઃ ગુજરાત ATS પોલીસનું સફળ ઓપરેશન/ગુજરાતમાં અલકાયદાના નેટવર્કના પર્દાફાશ મુદ્દે ATS વડાનો મોટો ઘટસ્ફોટ, બાંગ્લાદેશથી મળવાનો હતો આ આદેશ

આ પણ વાંચોઃ પાણીજન્ય રોગચાળો/સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા

આ પણ વાંચોઃ Student suicide/વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની અગમ્ય કારણસર આત્મહત્યા