Cricket/ વિવાદમાં આવેલી મોટેરાની પિચ ચોથી ટેસ્ટમાં બદલાઇ જશે, બેટ્સમેનોને કરશે ફાયદો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ હજી બાકી છે. અત્યાર સુધી ત્રણ મેચ રમવામાં આવી છે,

Sports
Mantavya 42 વિવાદમાં આવેલી મોટેરાની પિચ ચોથી ટેસ્ટમાં બદલાઇ જશે, બેટ્સમેનોને કરશે ફાયદો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ હજી બાકી છે. અત્યાર સુધી ત્રણ મેચ રમવામાં આવી છે, પ્રથમ અને બીજી મેચ ચેન્નાઈનાં ચેપાક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આમાંથી પ્રથમ મેચમાં ઘણા રન થયા અને ઈંગ્લેન્ડે આ મેચ જીતી લીધી, પરંતુ બીજી મેચમાં તે જ પિચે અચાનક જ તેનો રંગ બદલ્યો અને બીજી મેચમાં બોલરોને ઘણી મદદ મળી, તે પછી ભારતે જીત મેળવી, શ્રેણીમાં 1-1 થી બરાબરી મેળવી હતી.

Cricket / બે દિવસમાં હારનો સ્વાદ ચાંખનારી ઈંગ્લેન્ડ ટીમ શું ICC ને પિચ અંગે કરશે ફરિયાદ? જાણો

શ્રેણીની ત્રીજી મેચ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાઈ હતી. આ મેચ બે દિવસમાં પૂર્ણ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ મેચને 10 વિકેટે જીતીને શ્રેણીમાં ફક્ત લીડ જ નહોથી લીધી, પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની નજીક એક પગથિયે પણ પહોંચી ગઇ છે. હવે શ્રેણીની છેલ્લી અને ચોથી મેચ પણ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચોથી મેચમાં પિચ બદલાઈ જશે. અહી, બોલરોને પહેલી મેચમાં જેટલી મદદ મળી રહી હતી તેટલી મદદ નહીં મળે.

Cricket / ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટથી બહાર થયા જસપ્રિત બુમરાહ, જાણો કારણ

જાણવા મળ્યું છે કે આ પિચ પર ચોથી ટેસ્ટ મેચમાં ઘણા બધા રન બનશે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા બીસીસીઆઈનાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ વખતે સારી પિચની આશા છે. પીટીઆઈનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પિચ સોલિડ રહેશે અને યોગ્ય બાઉન્સ પણ મળશે. આ સાથે, આ પિચ બેટિંગ માટે ખૂબ અનુકૂળ સાબિત થશે. ત્રીજી મેચ રાતની હતી અને પિંક બોલથી રમવામાં આવી હતી, પરંતુ ચોથી મેચ દિવસની હશે અને તે ફક્ત લાલ બોલથી રમવામાં આવશે. તેથી, આ મેચમાં, બેટ્સમેન તેમના રંગમાં દેખાઈ શકે છે અને એવી સંભાવના છે કે મેચ ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ સુધી ચાલશે અને બેટ્સમેન પોતાની ટીમ માટે ઘણા રન બનાવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ