Not Set/ બિલાડી તેના બચ્ચાને માનવ બાળ સાથે મિત્રતા બનાવવા માટે કર્યું કંઇક આવું, આવો જોઈએ વિડીઓ

બિલાડી તેના બચ્ચાને તે નાના બાળકની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, આ વિડીયો તેને જોતા જ તમારા મોંમાંથી માત્ર એક શબ્દ બહાર આવશે ‘સો ક્યૂટ’.

Videos
mehul choksi 2 બિલાડી તેના બચ્ચાને માનવ બાળ સાથે મિત્રતા બનાવવા માટે કર્યું કંઇક આવું, આવો જોઈએ વિડીઓ

બિલાડીઓ ઘણા લોકોની પસંદ છે. ઘણા લોકો બિલાડીઓ પાળતા પણ હોય છે. અને બિલાડી સાથે એટલા જોડાયેલા હોય છે કે તેઓ ઘરે પરિવારના સભ્યોની જેમ રાખે છે. જો તમને બિલાડીઓ ગમતી ન હોય તો પણ, આ વિડિઓ જોયા પછી તમે આ બિલાડીના પ્રેમમાં પડી જશો. એટલી ક્યુટ છે આ બિલાડી

કૂતરાઓ અને બિલાડીઓની સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. આ દિવસોમાં બિલાડીનું બચ્ચું અને માનવ બાળકનો એક સુંદર વિડીયો લોકોના હૃદયને સ્પર્શી રહ્યો છે. આ વિડીયો બ્યુટેન્જેબીડેન નામના એકાઉન્ટથી ટ્વીટ કરીને શેર કરવામાં આવ્યો છે.

વિડીયો માં એક નાનું બાળક જમીન પર પડેલા ગાદલા પર સૂતો જોવા મળી રહ્યો છે. આ બાળકની પાસે એક બિલાડી અને એક બિલાડીનું બચ્ચું બેઠું છે. બિલાડી સતત તેના બચ્ચાને ગાદલા પર સૂતા નાના બાળક નજીક જવાનો પ્રયાસ કરે છે. વીડિયો જોતા લાગે છે કે જાણે માતા બિલાડી તેના બચ્ચાને માનવ બાળકનું મિત્ર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. વિડીયોની શરૂઆતમાં, બિલાડી તેના બાળકને તેના મોંથી પકડી રાખે છે અને તેને માનવ બાળકની નજીક લઈ જાય છે. તેના બાળકને થોડો સમય તેના ચહેરાની પાસે બેસાડી તો રાખે છે, જ્યારે બિલાડીનું બચ્ચું ડરથી ભાગી જાય છે, ત્યારે તેણી તેના પગથી તેને રોકતી પણ જોવા મળે છે.

ટ્વિટર પર શેર કરેલી આ 28-સેકન્ડની વિડીયોમાં, બિલાડી તેના બચ્ચાને તે નાના બાળકની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, આ વિડીયો તેને જોતા જ તમારા મોંમાંથી માત્ર એક શબ્દ બહાર આવશે ‘સો ક્યૂટ’.

https://twitter.com/buitengebieden_/status/1414128831967936512?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1414128831967936512%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fthe-mother-of-the-cat-is-trying-to-make-her-child-befriend-a-human-child-this-cute-video-will-steal-your-heart-too-2484646

આ વીડિયોને શેર કરતાં બ્યુઇન્ટેજબીડેને કેપ્શનમાં લખ્યું છે, ‘બિલાડી ઇચ્છે છે કે તેનું બાળક માણસના બાળક સાથે દોસ્તી કરે’.

ઇન્ટરનેટ પર બિલાડી અને માનવીને એટલી નજીક લાવનાર આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. હજી સુધી આ વિડિઓ લાખો વખત જોવામાં આવ્યો છે. બિલાડીના આ સુંદર વિડીયો પર લોકો અનેક પ્રકારની  પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આટલું સુંદર મેં આ પહેલાં ક્યારેય જોયું નથી’, બીજાએ લખ્યું, ‘નાના બાળકનું આ રીતે જમીન પર એકલા સૂવું યોગ્ય નથી’.