ગુજરાત/ અરવલ્લી ધનસુરાનાં બિલવણીયા ગામે માતાએ દીકરો ગુમાવ્યો, શકમંદોએ મૃતકની માતાને મારમારી માતા વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકાનાં બિલવણીયા ગામની સીમમાં આવેલા બાવળની જાડી જાખડમાંથી એક યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

Gujarat Others
અરવલ્લી

#મહેશ પરમાર, મંતવ્ય ન્યુઝ – અરવલ્લી

અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકાનાં બિલવણીયા ગામની સીમમાં આવેલા બાવળની જાડી જાખડમાંથી એક યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જો કે મોત અંગેનું સચોટ કારણ જણાઈ આવ્યું ન હતુ અને મોત નું રહસ્ય અકબંધ હતું.જે વખતે મૃતક યુવકના પિતા એ ધનસુરા પોલીસ મથકે યુવકના મોત અંગે જાણ કરી હતી ત્યારે બાદ ધનસુરા પોલીસે યુવકના મોત મામલે ગુનો નોંધી વધુ તપાસ કરી હતી.

મૃતકનાં પરિવારજનો એ આપ્યા હતા શકમંદોનાં નામ

યુવકનાં મોત બાદ યુવકનાં પરિવારજનોએ બિલવણીયા ગામનાં જ કેટલાક લોકોનાં નામ આપ્યા હતા. જે અંગે ધનસુરા પોલીસે શકમંદોને બોલાવીને તપાસ શરૂ કરી હતી, પરંતુ 25 દિવસથી વધુ સમય ગાળો વીતી ગયો હોવા છતાં પોલીસ હજુ સુધી હવામાં હવાતિયા મારી રહી હોવાની લોક મુખે ચર્ચા થઈ રહી છે. ઘટના અંગે કોઈ પણ જાતની કડી મળી ન હોવાનું સામે આવ્યું છે.

1 364 અરવલ્લી ધનસુરાનાં બિલવણીયા ગામે માતાએ દીકરો ગુમાવ્યો, શકમંદોએ મૃતકની માતાને મારમારી માતા વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો – રાહત / કટોકટીમાંથી પસાર થતી બેંકોના ખાતાધારકોને પાંચ લાખ રૂપિયા પરત મળશે, જાણો ક્યારથી..

શકમંદોએ અદાવત રાખી મૃતક યુવકની માતાને માથાનાં વાળ પકડી ઢસેડીને મારી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ

પોતાનો જુવાનજોધ દીકરો ખોયા બાદ આક્રોશ માં રહેતી માતા દીકરાનાં મોત અંગે સતત ચિંતા કરી રહી છે. ત્યારે ગામનાં જે શકમંદોનાં નામ આપવામાં આવ્યા હતા તે શકમંદો સહિત કેટલાક શખ્સોએ મહિલાને માથાનાં વાળ પકડી માર મારતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પરિવારો આમને સામને આવી જતા સામ સામે નોંધાઈ ફરિયાદ ધનસુરા પોલીસની તપાસ કામગીરી સામે સવાલો…???

યુવકનાં મોતને 25 દિવસથી વધુ સમય વીતવા છતાં તપાસ અંગે સવાલો ઉભા હોવાથી ગામમાં બે પરિવારો આમને સામને આવી ગયા છે અને સામ સામે બન્ને પક્ષોનાં છ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ધનસુરા પી.એસ.આઈ એ ફોન ઉપાડવાની તસ્તી ના લીધી

યુવકનાં મોત મામલે સત્ય હકીકત શુ છે…??? તેમજ હાલ પોલીસ તપાસ કેટલે પહોંચી છે….???તે અંગે ની સચોટ માહિતી મળે તે માટે ધનસુરા પી એસ આઈ ભરતસિંહ ચૌહાણને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ પી એસ આઈ એ ફોન ઉપાડવાની તસ્તી લીધી ન હતી.

1 363 અરવલ્લી ધનસુરાનાં બિલવણીયા ગામે માતાએ દીકરો ગુમાવ્યો, શકમંદોએ મૃતકની માતાને મારમારી માતા વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો – કોમી એખલાસ / જન્માષ્ટમીના દિવસે મુસ્લિમ પરિવારના ત્યાં બાળક જન્મયો તો તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું

કોના કોના સામે નોંધાઈ ફરિયાદ…

પ્રભાત ભાઈ કાનાભાઈ પરમાર

નવીનભાઈ પ્રભાતભાઈ પરમાર

મંજુલાબેન નરસિંહભાઈ પરમાર -(મૃતક યુવકની માતા)

હિમતભાઈ અમરાભાઈ પરમાર

નરસિંહભાઈ કોહ્યાભાઈ પરમાર – (મૃતક યુવકનાં પિતા)

જશુભાઈ સાયબાભાઈ પરમાર