Not Set/ MP નાં રાજ્યપાલ લાલજી ટંડનની તબિયત બગડી, વેન્ટિલેટર પર મુકાયા

મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડનની હાલત ગંભીર છે. તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. 11 જૂનનાં રોજ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડનને પેશાબની તકલીફ હોવાના કારણે પરિવાર દ્વારા તેમને શહીદ પથ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં, ડોક્ટરોને પેશાબમાં સંક્રમણ લાગ્યો હોવાનુ જાણ થતા સારવાર શરૂ કરી. તેમને તાવ અને પેશાબની […]

India
7da88efa58b7707794399784774b0966 1 MP નાં રાજ્યપાલ લાલજી ટંડનની તબિયત બગડી, વેન્ટિલેટર પર મુકાયા

મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડનની હાલત ગંભીર છે. તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે.

11 જૂનનાં રોજ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ લાલજી ટંડનને પેશાબની તકલીફ હોવાના કારણે પરિવાર દ્વારા તેમને શહીદ પથ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં, ડોક્ટરોને પેશાબમાં સંક્રમણ લાગ્યો હોવાનુ જાણ થતા સારવાર શરૂ કરી. તેમને તાવ અને પેશાબની તકલીફમાં સુધારો થયો હતો. તાવનાં કારણે તેમણે કોરોના ટેસ્ટિંગ પણ કરાયું હતું. આ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પછી રાજ્યપાલનાં લીવરમાં મુશ્કેલી આવતા સીટી ગાઇડેડ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રક્રિયા પછી, પેટમાં લોહીનો પ્રવાહ વધ્યો, જેના કારણે તેમને તુરંત ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ તેમને આઈસીયુમાં મૂકવામાં આવ્યા છે. આ પછી આજે સોમવારે રાજ્યપાલ લાલજી ટંડનની હાલત ગંભીર બની હતી. તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.