સ્પોર્ટ્સ/ MS ધોનીએ કહ્યું હતું -ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારશે તો ચોક્કસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

2016 માં ધોનીએ પાકિસ્તાન સામેની જીત બાદ કહ્યું હતું કે ભારતીય ટીમ કોઈક સમયે પાકિસ્તાન સામે હારશે. જો અમને એ હકીકત પર ગર્વ છે કે અમે તેમને 11-0થી જીત્યા છીએ, તો એક હકીકત હશે કે અમે તેમની સામે કોઈક સમયે હારી જઈશું.

Top Stories Sports
ઐતિહાસિક જીત MS ધોનીએ કહ્યું હતું -ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારશે

ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 24 ઓક્ટોબર રવિવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના જીતનો લક્ષ્યાંક હાંસલ કરીને 10 વિકેટે ઐતિહાસિક જીત નોંધાવી હતી.

આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સતત પાંચ હાર બાદ પ્રથમ વખત પાકિસ્તાન સામે હારી હતી. આ વિજય બાદ ટીમ અને પાકિસ્તાનની ચાહકોમાં ભારે ઉત્સાહ છે. આખો દેશ  આઈસીસી ટી 20 વર્લ્ડ કપ જીતની ઉજવણી કરી રહ્યો છે. ભારતીય પ્રશંસકો વિરાટ કોહલી અને ટીમના પ્રદર્શનથી નારાજ છે. ત્યારે ટીમ ઈન્ડિયામાં મેન્ટર તરીકે સામેલ થયેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ પાંચ વર્ષ પછી યોજાઈ રહ્યો છે. તે છેલ્લે ભારતમાં વર્ષ 2016માં યોજાયો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાની કમાન ધોનીના હાથમાં હતી અને તેણે પાકિસ્તાનની ટીમને 6 વિકેટના અંતરથી હરાવી હતી.

 

આ મેચ બાદ મીડિયા સાથે વાત કરતા ધોનીએ કહ્યું, “ભારતીય ટીમ કોઈને કોઈ સમયે પાકિસ્તાન સામે હારશે. અમે તેમની સામે હારીશું. ભલે આપણે આજે જીતીએ.  10 વર્ષ પછી હારીએ, 20 વર્ષ પછી હારીએ કે 50 વર્ષ પછી હારીએ. જુઓ, એવું શક્ય નથી કે તમે હંમેશા જીતી જશો. ”

ડ્રગ્સ કેસ / નવાબ મલિકે ‘સમીર દાઉદ વાનખેડે’ કહેતા સમીરની પત્નીએ કહ્યું…..

ભુજ / BSF હેડ ક્વાર્ટરમાંથી ગદ્દાર BSFનો કોન્સ્ટેબલ ઝડપાયો

T20 Cup / ભારતની હારની ઉજવણી કરતા પાકિસ્તાનીઓએ કર્યો હવાઈ ગોળીબાર, 12ના મોત