સુરેન્દ્રનગર/ પાટડીનાં પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે રૂ.5.30 લાખનો મુદામાલ ઝડપાયો

દસાડા પીએસઆઇ સહિતનાં પોલિસ સ્ટાફે બાતમીનાં આધારે પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપી પાડી હતી.

Gujarat Others
ગુજપાક 3 પાટડીનાં પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે રૂ.5.30 લાખનો મુદામાલ ઝડપાયો

દસાડા પીએસઆઇ સહિતનાં પોલિસ સ્ટાફે બાતમીનાં આધારે પાનવા-ગવાણા પાસેથી ઇંગ્લીશ દારૂની 500 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપી પાડી હતી. આ બનાવમાં દસાડા પોલિસે ઇંગ્લીશ દારૂ, મોબાઇલ, રોકડ અને ગાડી મળી રૂ. 5.30 લાખનાં મુદામાલ સાથે રાજસ્થાનનાં બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.

આ પણ વાંચો – સામુહિક દુષ્કર્મ /  ચોટીલાના શેખલીયા ગામના ત્રણ નરાધમોના દુષ્કર્મનો ભોગ બનેલી માનસિક દિવ્યાંગ યુવતિએ બાળકને જન્મ આપ્યો

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહિ/જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવી એક્શન પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત દસાડ‍ા પીએસઆઇ એચ.એલ.ઠાકર, દાનુભાઇ રંજીયા, રસિકભાઇ પનારા, મનીષભાઇ અઘારા, લીલાભાઇ ગોયલ અને ઇશ્વરભાઇ સહિતનાં દસાડા પોલિસનાં સ્ટાફનાં અગાઉથી બાતમી મળી હતી કે સફેદ કલરની ડસ્ટર ગાડી નંબર GJ-01-RJ- 4705 વાળીમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની જથ્થા સાથે પાટડી તાલુકાનાં પાનવા-ગવાણા તરફ આવતી હોવાની પાક્કી બાતમી મળી હતી.

આ પણ વાંચો – વિવાદ / કર્ણાટકમાં હિજાબ વિવાદ વધતા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલલાએ ભારતીય નેતાઓને કરી આ અપીલ

જેના આધારે દસાડા પોલિસે સફેદ કલરની ડસ્ટર ગાડી નીકળતા રસ્તા વચ્ચે આડશ મુકી રોકી ગાડીનાં ચાલક ઉકારજી દોલજી મહેતા ( રહે-ઉદેપુર (રાજસ્થાન) અને રતનસિંહ નરપતસિંહ રાઠોડ ( રહે- રાજસમન્દ (રાજસ્થાન)વાળાને ડસ્ટર ગાડીમાં જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ- 384, કિંમત રૂ. 2,08,625 અને બિયર ટીન નંગ-116, કિંમત રૂ. 11,600, મોબાઇલ નંગ-2, કિંમત રૂ. 10,000 તથા સફેદ કલરની ડસ્ટર ગાડી કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 5,30,225નાં મુદામાલ સાથે ઝડપી પાડી તપાસનાં ચક્રો દસાડા પોલીસે હાથ ધર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલિસ મથકનાં પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.