Economy/ મુકેશ અંબાણીએ આપ્યું નિવેદન, બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે…

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે, અને આ સમય દરમિયાન માથાદીઠ આવક બમણીથી વધુ થશે…

Business
1st 37 મુકેશ અંબાણીએ આપ્યું નિવેદન, બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે...

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મંગળવારે કહ્યું હતું કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે, અને આ સમય દરમિયાન માથાદીઠ આવક બમણીથી વધુ થશે. ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભારતનો મધ્યમ વર્ગ, જે દેશના કુલ ઘરોમાં આશરે 50 ટકા છે, દર વર્ષે ત્રણથી ચાર ટકાના દરે વૃદ્ધિ કરશે.

1st 38 મુકેશ અંબાણીએ આપ્યું નિવેદન, બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા અંબાણીએ કહ્યું હતું કે મારું માનવું છે કે, આગામી બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે. તેમણે કહ્યું કે આથી પણ મહત્ત્વની બાબત એ છે કે દેશ એક મોટો ડિજિટલ સમાજ બનશે, જે યુવાનો ચલાવશે. તેમણે કહ્યું કે  આપણી માથાદીઠ આવક 1,800-2,000 ડોલરથી વધીને 5,000 ડોલર થશે.

1st 39 મુકેશ અંબાણીએ આપ્યું નિવેદન, બે દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે...

અંબાણીએ કહ્યું કે ફેસબુક અને વિશ્વની અન્ય ઘણી કંપનીઓ અને ઉદ્યોગસાહસિકો પાસે ભારતમાં વેપાર કરવાની સુવર્ણ તક છે, તે આ આર્થિક અને સામાજિક પરિવર્તનનો એક ભાગ બનશે.

સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ પડી મોંઘી, બાળકે માતાનાં 11 લાખ રૂપિયા ઉડાવી દીધા

JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

ટાટાનો હાથ એર ઇન્ડિયાને સાથ, 87 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરીથી એર ઈન્ડિયાના માલિક બની શકે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો