IPL 2023/ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતની વિસ્ફોટર ઇનિંગ્સ

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની જીતનું ખાતું ખુલી ગયું છે. મુંબઈએ સતત બે પરાજય બાદ મંગળવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 6 વિકેટે જીત મેળવી હતી

Top Stories India
14 5 મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતની વિસ્ફોટર ઇનિંગ્સ

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની જીતનું ખાતું ખુલી ગયું છે. મુંબઈએ સતત બે પરાજય બાદ મંગળવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 6 વિકેટે જીત મેળવી હતી. મુંબઈને છેલ્લા બોલ પર જીત મળી હતી.મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક જીત નોંધાવીને હારનો સિલસિલો તોડી નાખ્યો હતો. મુંબઈએ 20 ઓવરના છેલ્લા બોલ પર 6 વિકેટે જીત મેળવી હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ છેલ્લા બોલે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મુંબઈ તરફથી રોહિત શર્માએ 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે તિલક વર્માએ 41 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી પિયુષ ચાવલા અને જેસન બેહરેનડોર્ફે 3-3 વિકેટ ઝડપી હતી.

નોરખિયાએ ફેંકેલી અંતિમ ઓવરમાં મુંબઈને 5 રનની જરૂર હતી. ટિમ ડેવિડ (અણનમ 13) અને કેમેરોન ગ્રીન (અણનમ 17) એ પાંચમી વિકેટ માટે અતૂટ 30 રનની ભાગીદારી નોંધાવી હતી.ટીમે છેલ્લા બોલ પર 2 રન બનાવીને મુંબઈને જીત અપાવી હતી.એમઆઈ માટે કેપ્ટન રોહિત શર્મા (65) અડધી સદીની ઇનિંગ રમી હતી.તેણે ઇશાન કિશન (31) સાથે પ્રથમ વિકેટ માટે 71 રન જોડીને ટીમને સારી શરૂઆત અપાવી હતી.તે જ સમયે તિલક વર્માએ 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી.