Cricket/ વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત, દિલ્હીને 8 વિકેટે હરાવ્યું

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 7મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ…

Top Stories Sports
DC vs MI Women Score

DC vs MI Women Score: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની 7મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ સતત ત્રીજી જીત છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 18 ઓવરમાં 105 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 15મી ઓવરમાં જ 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

119 રનનો પીછો કરતા યસ્તિકા ભાટિયા અને હિલી મેથ્યુઝે મુંબઈ ઈન્ડિયન્સને શાનદાર શરૂઆત અપાવી હતી. મુંબઈએ 5 ઓવરમાં 42 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તારા નોરિસે મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો આપ્યો. ઝડપી બેટિંગ કરી રહેલી યાસ્તિકા ભાટિયાને નોરિસના હાથે LBW આઉટ થઈ હતી. આ પછી એલિસ કેપ્સીએ હિલી મેથ્યુઝના રૂપમાં મુંબઈને બીજો ઝટકો આપ્યો હતો. એલિસ કેપ્સીએ હિલી મેથ્યુઝને જેમિમા રોડ્રિગ્ઝના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હીલી મેથ્યુસ 31 બોલમાં 32 રન બનાવીને આઉટ થઈ હતી. આ પછી નતાલી સીવર બ્રન્ટ અને હમનપ્રીત કૌરે ટીમને જીત અપાવી હતી. નતાલી સીવર બ્રન્ટ 19 બોલમાં 23 રન અને હમનપ્રીત કૌરે 8 બોલમાં 11 રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.

ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 18 ઓવરમાં 105 રનમાં સમેટાઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 25 અને રાધા યાદવે 10 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન દસના આંકડાને સ્પર્શી શક્યો નહોતો.

આ પણ વાંચો: NASA-ISRO/NISAR સેટેલાઇટ અમેરિકાથી ભારત આવ્યો, લોન્ચિંગ બાદ આપત્તિ અંગે કરશે એલર્ટ

આ પણ વાંચો: મુલાકાત/PM મોદીએ રાજભવનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક કરી બેઠક

આ પણ વાંચો:  Vice President Jagdeep Dhankre/ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજ્યસભાની સમિતિઓમાં ખાનગી કર્મચારીઓની કરી