Not Set/ અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા, આરોપીઓ ફરાર

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ  અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એક વાર અસામાજીક તત્વોનો અડ્ડો બનતો જાય છે અને તેમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં હત્યા, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ માટે વિખ્યાત થતો જાય છે તેવામાં માત્ર 13 કલાકનાં સમયગાળામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનાં બે બનાવો બનતા પોલીસ દોડતી થઈ છે.. પહેલી હત્યાની ધટનાની વાત […]

Ahmedabad Gujarat
IMG 20210410 WA0014 અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા, આરોપીઓ ફરાર
ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ 
અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એક વાર અસામાજીક તત્વોનો અડ્ડો બનતો જાય છે અને તેમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં હત્યા, લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓ માટે વિખ્યાત થતો જાય છે તેવામાં માત્ર 13 કલાકનાં સમયગાળામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનાં બે બનાવો બનતા પોલીસ દોડતી થઈ છે..
IMG 20210410 WA0013 અમરાઈવાડી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, 13 કલાકમાં બે યુવકની હત્યા, આરોપીઓ ફરાર
પહેલી હત્યાની ધટનાની વાત કરીયે તો રબારી કોલોની વિસ્તારમા બાંકડા પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામનાં યુવકને ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો.. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં ટુંકી સારવાર બાદ યુવકનુ મૃત્યુ થયુ હતુ.. યુવકનાં મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસ ફરાર આરોપીઓને શોધવા લાગી જ હતી કે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં અન્ય એક યુવકની હત્યાની ધટના બની હતી..
અમરાઈવાડીમાં આવેલા નેશનલ હેન્ડલુમ શોપીંગ સેન્ટર પાસે જૂની અદાવતમાં ત્રણ થી 4 શખ્સોએ ભેગા મળીને મનોજ વાઘેલા નામના ૨૪ વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા..જે અંગે જાણ થતા ઝોન 5 ડિસીપી અચલ ત્યાગી સહિતનાં પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા..માત્ર 12 કલાક જેટલા સમયગાળામાં અમરાઈવાડીમાં હત્યાના બે બનાવ બનતા વિસ્તારમા ચકચાર મચી ગઈ છે.. ત્યારે પોલીસે હાલતો બન્ને ગુનામાં આસપાસમાં સીસીટીવી તેમજ ટેક્નીકલ સોર્સનાં માધ્યમથી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે..