Bhavnagar News/ ભાવનગરમાં જમાઈએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા

Bhavnagar News : ભાવનગર (Bhavnagar) શહેરના ચિત્રા બેન્ક કોલોની વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યા (Murder)ની ઘટના સામે આવી છે. પરિવારિક વિવાદે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે જમાઈએ જ પોતાના સસરાને મોતને ઘાટ (Murder)ઉતારી દીધા હોવાનો આરોપ સામે આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચિત્રા બેન્ક કોલોની વિસ્તારમાં રહેતા […]

Gujarat Others Breaking News
ભાવનગર (Bhavnagar) શહેરના ચિત્રા બેન્ક કોલોની વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યા (Murder)ની ઘટના સામે આવી છે

Bhavnagar News : ભાવનગર (Bhavnagar) શહેરના ચિત્રા બેન્ક કોલોની વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યા (Murder)ની ઘટના સામે આવી છે. પરિવારિક વિવાદે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે જમાઈએ જ પોતાના સસરાને મોતને ઘાટ (Murder)ઉતારી દીધા હોવાનો આરોપ સામે આવ્યો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચિત્રા બેન્ક કોલોની વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દલસાણિયા અને તેમના જમાઈ (Son In Low) વચ્ચે દીકરીને કામ અર્થે બહાર જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો ધીમે ધીમે એટલો વકર્યો કે જમાઈ અને તેના સાથીદારો ગોરધનભાઈના ઘરે ધસી આવ્યા હતા.

આરોપ છે કે જમાઈ સહિતના શખ્સોએ ગોરધનભાઈ પર ઈંટોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગોરધનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ, સિટી DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓની શોધખોળ માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારિક ઝઘડો હત્યા સુધી પહોંચતા સ્થાનિકોમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે હાલ આસપાસના CCTV ફૂટેજ અને સાક્ષીઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો : લખનઉમાં અયોધ્યાથી પાર્ટી કરવા આવેલા ભાજપ નેતાની કરપીણ હત્યા

આ પણ વાંચો : કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા,લૂંટ દરમિયાન બોરસદની વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો

આ પણ વાંચો : રાજકોટમાં જમીન મામલે પૌત્રએ દાદાની કરી હત્યા